Not Set/ અ’વાદ: પૂર્વ પોલીસ અધિકારી પર લાગ્યા આરોપો, પીઆઇ ફેકટરી પડાવી લેવાની ફિરાકમાં- ફરિયાદી

દાણીલીમડા, દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં કાપડના રંગકામની ફેકટરીના માલીકે રિટાયર્ડ પીઆઇ વિરૂદ્ધ ધાકધમકી અને ફેકટરી પડાઇ લેવાના આરોપો સાથેની અરજી કરવામાં આવી છે. જેના આધારે દાણીલીમડા પોલીસે નિવૃત્ત પીઆઇ વિ એલ સોલંકી સામે તપાસ આદરી હકીકતના મુળ સુધી પહોંચવા તપાસ કાર્યવાહી હાથધરી છે. તો બીજી તરફ ફરીયાદી અશોક અગ્રવાલે આરોપ લગાવ્યો છે કે, નિવૃત પીઆઇ સોલંકી […]

Top Stories Gujarat Others Videos
mantavya 223 અ'વાદ: પૂર્વ પોલીસ અધિકારી પર લાગ્યા આરોપો, પીઆઇ ફેકટરી પડાવી લેવાની ફિરાકમાં- ફરિયાદી

દાણીલીમડા,

દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં કાપડના રંગકામની ફેકટરીના માલીકે રિટાયર્ડ પીઆઇ વિરૂદ્ધ ધાકધમકી અને ફેકટરી પડાઇ લેવાના આરોપો સાથેની અરજી કરવામાં આવી છે. જેના આધારે દાણીલીમડા પોલીસે નિવૃત્ત પીઆઇ વિ એલ સોલંકી સામે તપાસ આદરી હકીકતના મુળ સુધી પહોંચવા તપાસ કાર્યવાહી હાથધરી છે.

તો બીજી તરફ ફરીયાદી અશોક અગ્રવાલે આરોપ લગાવ્યો છે કે, નિવૃત પીઆઇ સોલંકી અને તેના મળતીયા તેની ફેકટરી પર આવીને રૂપિયાની માંગણી કરી હતી અને ફેકટરી પચાવી પાડવાની ધમકી આપી હતી.

જે બાબતે ફરીયાદીએ સીસીટીવી ફૂટેજ અને ઓડીઓ રેકોર્ડીંગના પુરાવા પોલીસ સ્ટેશનમાં રજુ કર્યા છે. પોલીસે ફરિયાદીની અરજીમાં દર્શાવવામાં આવેલા આરોપને આધારે તપાસ કાર્યવાહી હાથધરી છે.