Ahmedabad News: અમદાવાદ શહેર એક તરફ વૈશ્વિક કક્ષાની રમતોના આયોજન માટે પોતાની દાવેદારી મજબૂત કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ચોમાસાની શરૂઆત પહેલાં જ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના 25 અંડરબ્રિજને ચોમાસા (Ahmedabad Rain ) દરમિયાન પાણી ભરાવાની શક્યતા ધરાવતા સ્થળો તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે.
મનપાના જણાવ્યા મુજબ ભારે વરસાદ દરમિયાન આ અંડરબ્રિજોમાં પાણી ભરાઈ શકે છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઉભું થઈ શકે છે. તેથી નાગરિકોને સાવચેતી રાખવા અને પાણી ભરાયેલા અંડરબ્રિજમાંથી પસાર ન થવા સૂચના આપવામાં આવી છે.
Ahmedabad Rain : એક ઇંચ વરસાદ બાદ સ્થિતિ ગંભીર બની શકે
મનપાના અંદાજ મુજબ શહેરમાં એક ઇંચથી વધુ વરસાદ (Ahmedabad Rain ) પડતા અનેક અંડરબ્રિજોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં સંબંધિત માર્ગોને તાત્કાલિક બંધ કરવામાં આવશે અને પાણીના નિકાલ માટે પંપિંગની કામગીરી હાથ ધરાશે.તંત્રે સ્પષ્ટ કર્યું છે કે વરસાદ દરમિયાન વાહનચાલકોએ જોખમ ન લેવું અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો.

ટ્રાફિક પર પડી શકે મોટી અસર
અંડરબ્રિજ બંધ થવાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકનું દબાણ વધી શકે છે. વૈકલ્પિક રૂટો લાંબા હોવાથી વરસાદી (Ahmedabad Rain ) દિવસોમાં વાહનચાલકોને વધારાનો સમય લાગી શકે છે.ખાસ કરીને ઓફિસ સમય અને પીક અવર્સ દરમિયાન ટ્રાફિકજામની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.
આ અંડરબ્રિજ પર ખાસ ધ્યાન રાખવાની જરૂર
શહેરના સ્ટેડિયમ, ઉસ્માનપુરા, અખબારનગર, નિર્ણયનગર, પરિમલ, કુબેરનગર, વસ્ત્રાપુર, મકરબા, ચાંદખેડા, પાલડી અને અન્ય વિસ્તારોના કુલ 25 અંડરબ્રિજને સંવેદનશીલ ગણાવવામાં આવ્યા છે.વરસાદ દરમિયાન આ વિસ્તારોમાં મુસાફરી કરતા નાગરિકોને અગાઉથી માર્ગની સ્થિતિ અંગે માહિતી મેળવીને જ નીકળવાની સલાહ આપવામાં આવી છે.
નાગરિકોમાં ઉઠ્યા પ્રશ્નો
ચોમાસા (Ahmedabad Rain ) પહેલાં જાહેર કરાયેલી આ ચેતવણી બાદ શહેરના કેટલાક નાગરિકો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે કે જો દર વર્ષે સમાન સમસ્યા સર્જાય છે તો તેનો કાયમી ઉકેલ કેમ શોધવામાં આવતો નથી.શહેરમાં સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક સુવિધાઓના દાવા વચ્ચે વરસાદી પાણીના નિકાલ અને અંડરબ્રિજ મેનેજમેન્ટનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
તંત્રની તૈયારી પર સૌની નજર
ચોમાસાની સિઝન શરૂ થવાની સાથે હવે સૌની નજર મનપાની કામગીરી પર રહેશે. વરસાદ દરમિયાન પાણી ભરાવાની સ્થિતિમાં તંત્ર કેટલા ઝડપથી પાણીનો નિકાલ કરે છે અને ટ્રાફિક વ્યવસ્થા જાળવે છે તે મહત્વનું રહેશે.
આ પણ વાંચો:અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અસર: શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ બંધ
આ પણ વાંચો:અમદાવાદમાં મૂશળધાર વરસાદના લીધે આ અંડરબ્રિજ બંધ કરાયા
આ પણ વાંચો:અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ સમારકામ માટે લાંબા સમય માટે બંધ, વાહનચાલકોને અસર
