Not Set/ અમદાવાદ: શિવરંજની ચાર રસ્તા પાસે AMTS બસ પર પથ્થરમારો

અમદાવાદ, અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે એમટીએસ બસ પર પથ્થરમારાની એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. એક પેસેન્જરે બીઆરટીએસની ટિકિટ  એએમટીએસ બસમાં ચલાવવા માટે વાત કરી હતી અને ધીરે-ધીરે મામલો ગરમાતા એએમટીએસ બસ પર પથ્થરમારો થયો હતો. ટિકિટ ખરીદનાર મુસાફરે શિવરંજની બીઆરટીએસ બસ સ્ટોપ પરથી ટિકિટ મેળવી હતી અને ત્યારબાદ એએમટીએસ માટે ટીકીટ […]

Ahmedabad Videos
mantavya 337 અમદાવાદ: શિવરંજની ચાર રસ્તા પાસે AMTS બસ પર પથ્થરમારો

અમદાવાદ,

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે એમટીએસ બસ પર પથ્થરમારાની એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. એક પેસેન્જરે બીઆરટીએસની ટિકિટ  એએમટીએસ બસમાં ચલાવવા માટે વાત કરી હતી અને ધીરે-ધીરે મામલો ગરમાતા એએમટીએસ બસ પર પથ્થરમારો થયો હતો.

ટિકિટ ખરીદનાર મુસાફરે શિવરંજની બીઆરટીએસ બસ સ્ટોપ પરથી ટિકિટ મેળવી હતી અને ત્યારબાદ એએમટીએસ માટે ટીકીટ ચલાવવા માટે સ્ટાફ સાથે રજૂ કરવાનું શરૂ કર્યું હતું અને તોડફોડ કરતાં શિવરંજની ચાર રસ્તા પાસે તંગદિલીનો માહોલ ફેલાયો હતો. એએમટીએસ પર પથ્થરમારાની જાણ થતા તાત્કાલીક જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.

જેમાં બસ પર થયેલા પથ્થરમારાની તપાસ કરીને પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે પથ્થરમારો કરનાર શખ્સોની ધરપકડ કરવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.