બાવળાના રજોડા ગામની રહીશ બે મહિલાઓએ ત્રણ વર્ષની બાળા સાથે અમદાવાદના ગુજરી બજાર પાસેના રિવરફ્રન્ટ બ્રીજથી કુદીને આપઘાત કર્યો છે.
બંને યુવતીઓ નામે આશાબેન હિંમતસિંહ ઠાકોર અને ભાવનાબેન કાંતિભાઈ ઠાકોર વચ્ચે ગાઢ પ્રેમ સબંધ હતો, જે સમાજને સ્વીકૃત ના હોવાના કારણે બંને યુવતીઓએ આવું પગલું ઉઠાવ્યું હતું. જયારે 3 વર્ષીય બાળાની વાત કરવામાં આવે તો તે આશાબેન હિંમતસિંહની પુત્રી હતી.
જીવન ટુંકાવતા પહેલા બંને સ્ત્રીઓએ થર્મોકોલ પ્લેટ પર સુસાઈડ નોટ લખ્યો હતો, જેમાં તેઓએ જણાવ્યું હતું કે સમાજે અમારા પ્રેમને સ્વીકૃત કર્યો નથી જેના કારણે અમે પોતાનું જીવન ટુંકાવીએ છીએ. અમે બંને એક થવા માટે પોતાનું જીવન ટુંકાવીએ છીએ, અને આગળ જન્મમાં ફરી મળીશું.
બંને યુવતીઓ ઘણા સમયથી એક બીજાના પ્રેમ સબંધમાં હતા. રિવરફ્રન્ટ પોલીસે આ બાબતની તપાસ હાથ ધરી છે અને હત્યા અને આત્મહત્યાનો કેસ દાખલ કર્યો છે.


