અમદાવાદ
અમદાવાદના વસ્ત્રાપુરમાંથી એક હુકકબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સાથે જ ત્રણ જેટલા આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વસ્ત્રાપુરમાં ટેન ટેન નામની રેસ્ટોરન્ટમાં હુક્કાબાર ચાલતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે વસ્ત્રાપુર ડી.સ્ટાફે રેડ પાડી હતી. આ દરમિયાન પોલીસને હુકકાબરનો સામાન તેમજ એક દારૂની બોટલ મળી આવી હતી. જેને પોલીસે જપ્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનામાં અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલ શિવાલીક પ્લાઝામાં ચાલતા બે હુક્કાબારમાં સેટેલાઈટ પોલીસે રેડ કરી છે. જેમાં પાંચ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

સેટેલાઈટ પોલીસે શિવાલિક પ્લાઝામાં આવેલ ટેન-ટેન નામના હુક્કાબાર અને સેવનસીસ નામના હુક્કાબારમાં રેડ કરી હતી. કુલ પાંચ લોકોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. રેસ્ટોરન્ટના મલિક, મેનેજર સહિત 3 લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છૅ…
