Ahmedabad/ અમદાવાદીઓ દુષિત પાણી પીવા મજબુર , ખોખરામાં પ્રદુષિત પાણીથી લોકો ત્રાહિમામ

અમદાવાદમાં દુષિત પાણી પીવા મજબુર બન્યા છે. શહેરના પૂર્વીય વિસ્તારમાં લોકો પ્રદૂષિત પાણીથી પરેશાન થયા છે. ખોખરામાં પ્રદુષિત પાણીની સમસ્યા સામે આવી છે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદમાં દુષિત પાણી પીવા મજબુર બન્યા છે. શહેરના પૂર્વીય વિસ્તારમાં લોકો પ્રદૂષિત પાણીથી પરેશાન થયા છે. ખોખરામાં પ્રદુષિત પાણીની સમસ્યા સામે આવી છે. સ્થાનિકો પીવાના પાણીમાં દુર્ગંઘ આવતી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં દુર્ગંધમારતા પાણીનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. પ્રદુષિત પાણીથી રોગચાળો ફેલાવાના સ્થાનિકોમાં દહેશત જોવા મળી. જેને કારણે તેમણે પીવાના પાણીને લઈને આરોગ્ય વિભાગમાં પણ ફરિયાદ નોંધાવી.

શહેરના ખોખરા વિસ્તારમાં પીવાના પ્રદૂષિત પાણીની સમસ્યાએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. વારંવાર આ મામલે વહીવટીતંત્રને ફરિયાદો કરવામાં આવી છે. જો કે લોકોને AMC ફરિયાદો નહિ સાંભળતી હોવાની બુમરાડ પણ છે. પ્રદૂષિત પાણીની સમસ્યાનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોને ચિંતા છે કે આગામી સમયમાં એકબાજુ ચોમાસુ નજીક દેખાઈ રહ્યું છે. ત્યારે પીવાના પાણીમાં ઉરઉનાળે દુર્ગંધ આવે છે અને ચોમાસામાં થતા ભારે વરસાદમાં આ સમસ્યામાં વધુ વધારો જોવા મળી શકે છે. પાણીમાંથી દુર્ગંધ આવતી હોવાના કારણે કેટલાક લોકોએ પાણી પીવાનું ઓછું કર્યું છે, તો કેટલાક લોકો ફક્ત નામ પૂરતું પાણી પી રહ્યા છે.  સ્થાનિકોને પણ ચિંતા છે કે પ્રદૂષિત પાણીથી ગંભીર બીમારીની શકયતાઓ વધુ વધે છે. આગામી ચોમાસામાં ભારે વરસાદમાં કેટલાક સ્થાનો પર પાણી ભરાઈ જાય છે ત્યારે ચોમાસના આગમન પહેલા જ પ્રદૂષિત પાણી સ્થાનિકોનું ચિંતાનુ વિષય બન્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દેશમાં આ રાજ્યોમાં થશે વિધાનસભા ચૂંટણી, ચૂંટણી પંચે કરી તારીખની જાહેરાત

આ પણ વાંચો: કેબિનેટ મંત્રી અને રાજ્ય મંત્રી… શું તફાવત છે? જાણો મંત્રી પદ મળતાની સાથે જ પગાર કેવી રીતે વધે છે

આ પણ વાંચો:  CM યોગી આદિત્યનાથની બેઠકમાંન આવ્યા બંને ડેપ્યુટી સીએમ, લખનઉમાં થઇ હતી મહત્વની