Ahmedabad News: અમદાવાદીઓને આજે બે મોટા ઓવરબ્રિજની ભેટ મળવાની છે. આ બંને ઓવરબ્રિજ કુલ 210 કરોડ રૂપિયાના ખર્ચે બનશે. આ બંને ઓવરબ્રિજ એસજી હાઇવે પર જ બનવાના છે. તેમા એક ઓવરબ્રિજ ગોતાથી નિરમા સુધી બનશે. જ્યારે બીજો બ્રિજ વાયએમસીએથી કર્ણાવતી સુધી બનશે. બીજા શબ્દોમાં કહીએ તો આ બંને બ્રિજના લીધે ચિલોડાથી સરખેજ સુધીનો 60 કિ.મી.નો છ લેનનો રસ્તો સડસડાટ કાપી શકાશે. આ ઉપરાંત એસજી હાઇવે પર દરેક ઓવરબપ્રિજ બનાવવામાં આવ્યા છે ત્યાં અંડર પાસ બનાવવાનું પણ આયોજન છે.
તાજેતરમાં જ વૈષ્ણોદેવી પર બનેલા બ્રિજ પર અંડરપાસ બનાવવામાં આવ્યો છે. આ કામગીરી પૂરી થાય તેના પછી આગામી સમયમાં બાકીના ઓવરબ્રિજની નીચે ટ્રાફિકની ફ્રીકવન્સીને ધ્યાનમાં રાખીને અંડર પાસ બનાવવામાં આવશે. હાલમાં ગુજરાતમાં થરાદથી ત્રિમંદિર સુધીનો 213 કિ.મી.નો હાઇવે સિક્સ લેનનો બનાવવામાં આવી રહ્યો છે. આ હાઇવે ત્રિમંદિરે પૂરા થતાં આ છ લેનના રોડને ટચ થશે. તેથી થરાદથી આવનાર ત્રિમંદિરથી આ એસજી હાઇવે પકડીને સીધો વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પકડી શકશે. આમ આ રીતે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેને કનેક્ટિવિટી મળશે. થરાદથી ત્રિમંદિર સુધીનો છ લેનનો એક્સપ્રેસ વે પૂરો થશે.
આ છ લેનનો રોડ હાલમાં સરખેજ સુધી બનાવવામાં આવ્યા પછી તેને સીધો વડોદરા સુધીના એક્સપ્રેસ વેને જોડવાનું આયોજન છે. હાલમાં સરખેજથી એક્સપ્રેસ વે સુધીના રસ્તાને છ લેનનો કરવા વિચારણા ચાલી રહી છે. તેમા સરખેજ ચાર રસ્તા સુધીનો રસ્તો છ લેનનો થઈ ગયો છે. બાકીનો રસ્તાને જ છ લેનનો કરવામાં આવનાર છે. આમ બીજો શબ્દોમાં કહીએ તો ચિલોડાથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ-વે સુધી સીધી છ લેનની કનેક્ટિવિટી મળશે. તેના માટે અમદાવાદ શહેરમાંથી નીકળવું નહીં પડે. બીજી બાજુએ થરાદ-અમદાવાદ એક્સપ્રેસ વે પરથી ત્રિમંદિર સુધી આવનારને પણ આ છ લેનના રસ્તા દ્વારા વડોદરા-અમદાવાદ એક્સપ્રેસવેની કનેક્ટિવિટી મળશે.
આ પણ વાંચો: બનાસકાંઠા અને જૂનાગઢમાં થયેલા અકસ્માતમાં બેના મોત
આ પણ વાંચો: વાયુવેગે ફેલાતા ચાંદીપુરા વાયરસે 15નો ભોગ લીધો, આરોગ્ય વિભાગ સતર્ક
આ પણ વાંચો: AMTS બસો અને બસ સ્ટેન્ડમાં હવે શૂટિંગ માટે કોર્પોરેશનની મંજૂરી