G20 Summit/ G-20માં મહેમાનોનું સ્વાગત કરશે AI હેલો બોક્સ, જાણો શું છે ખાસ

G-20 શિખર સમ્મેલનના સદસ્યો 18 દેશો ભાગ લેશે.

G-20 Top Stories

દિલ્હી: G-20 શિખર સમ્મેલન દરમિયાન સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે યોજાનાર પ્રદર્શનમાં મહેમાનોનું સ્વાગત કરવા માટે AI ટેક્નોલોજી સાથે વિકસિત હેલો બોક્સ મુકવામાં આવ્યું છે. આ બોક્સ હેલો કહીને વિદેશી મહેમાનોનું સ્વાગત કરશે.

પ્રગતિ મેદાન ખાતે યોજાનાર પ્રદર્શનનું શીર્ષક ભારતઃ લોકશાહીની માતા છે. જેમાં વિદેશી મહેમાનોને ભારતના ઈતિહાસ તેમજ ભારતની લોકતાંત્રિક પરંપરાઓનો પરિચય કરાવવાનો હોય છે. શુક્રવારથી રવિવાર સુધી પ્રગતિ મેદાન ખાતે હોલ 14માં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે. ગુરુગ્રામના ઉદ્યોગ વિહારમાં સ્થિત ટેગબિન, VIP, VVIP અને અન્ય મહેમાનોને વ્યક્તિગત શુભેચ્છાઓ આપવા માટે પ્રદર્શનના પ્રવેશદ્વાર પર એક નવીન AI હેલો બોક્સ ગોઠવશે.

આ હેલો બોક્સ બનાવનારી કંપની ટેગબીનના સ્થાપક અને સીઈઓ સૌરવ ભાઈકે જણાવ્યું કે, આ AI હેલો બોક્સ AI અવતારનું રૂપ ધારણ કરે છે. G-20 શિખર સમ્મેલનમાં આવતા મહેમાનોનું સ્વાગત કરવા માટે એક જીવંત, વાસ્તવિક વ્યક્તિનો અવાજ જનરેટ કરવા માટે અદ્યતન વૉઇસ ક્લોનિંગ તકનીકનો ઉપયોગ કરે છે. આ હેલો બોક્સ પહેલા વ્યક્તિના ચહેરાને ઓળખે છે. તે પછી તેમની ઓળખના આધારે તૈયાર કરેલી શુભેચ્છાઓ પાઠવે છે.

ઉલ્લેખનિય છે કે, G-20 શિખર સમ્મેલનના સદસ્યો 18 દેશો ભાગ લેશે. જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન આજે (8 સપ્ટેમ્બર) દિલ્હીમાં શરૂ થઈ રહેલા G-20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે સાંજે ભારત પહોંચશે. જો બાઈડેન PM નરેન્દ્ર મોદીને તેમના કલ્યાણ માર્ગ સ્થિત નિવાસસ્થાને મળશે. પીએમ મોદીએ જો બાઈડેનને ડિનર માટે આમંત્રણ આપ્યું છે. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

આ પણ વાંચો: G20 Summit/ એરપોર્ટથી સીધા PM મોદીને મળશે જો બાયડન, ડિનર સાથે થઇ શકે છે આ મુદાઓ પર ચર્ચા 

આ પણ વાંચો: Weather Update/ આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રહેશે વરસાદ

આ પણ વાંચો: Earthquake/ 3.5ની તીવ્રતાના આંચકાથી ધણધણી ઉઠી સૌરાષ્ટ્રની ધરા, લોકો ઘરની બહાર દોડી આવ્યાં