Rajkot AIIMS/ સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંસ્કૃતિ, ઓળખ અને અસ્મિતાને પ્રદર્શિત કરતો AIIMS રાજકોટનો લોગો જાહેર

એઈમ્સ રાજકોટનો લોગો સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંસ્કૃતિ, ઓળખ અને અસ્મિતાને પ્રદર્શિત કરે છે. એઈમ્સના લીલા અને કેસરી રંગના આ લોગોમાં આપણા સમૃદ્ધ વૈદીક મંત્ર સર્વ સન્તુ નિરોગ્ય તથા તબીબી જ્ઞાનને

Top Stories Gujarat
aiims logo સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંસ્કૃતિ, ઓળખ અને અસ્મિતાને પ્રદર્શિત કરતો AIIMS રાજકોટનો લોગો જાહેર

એઈમ્સ રાજકોટનો લોગો સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંસ્કૃતિ, ઓળખ અને અસ્મિતાને પ્રદર્શિત કરે છે. એઈમ્સના લીલા અને કેસરી રંગના આ લોગોમાં આપણા સમૃદ્ધ વૈદીક મંત્ર સર્વ સન્તુ નિરોગ્ય તથા તબીબી જ્ઞાનને પ્રકાશિત કરતો મંત્ર ‘વિદ્યા અમૃતમ શ્રુતે’ ના મંત્ર અપાયા છે તો સમગ્ર દેશ જ નહી સમગ્ર એશિયામાં સૌરાષ્ટ્રની ઓળખ તથા ગીરના સિંહની પ્રતિકૃતિ એ તાકાત, સાહસ, હિમ્મત અને સૌથી સર્વોચ્ચ શક્તિના પ્રતિક તરીકે ગણાવાયા છે.આ અંગે એઇમ્સના ડિરેક્ટર સી.ડી.કચોટે વિગતવાર સમજ આપી હતી.

rajkot aiims director સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંસ્કૃતિ, ઓળખ અને અસ્મિતાને પ્રદર્શિત કરતો AIIMS રાજકોટનો લોગો જાહેર

ગાંધીજીના ચરખા સાથે 33 જીલ્લાની ઓળખ

એઈમ્સ રાજકોટે પોતાનો લોગો જાહેર કર્યો છે જેમાં એક બે નહિ પણ પૂરા 33 વિષયોને સમાવી લેવાયા છે. આ અંગે એઇમ્સના ડિરેક્ટર સી.ડી.કચોટે જણાવ્યું હતું કે, એઇમ્સના લોગોમાં ગાંધીજીના ચરખા સાથે 33 જીલ્લાની ઓળખ જોવામાં મળે છે. આ લોગોની ડિઝાઇન અને તેનું નિર્માણ તેઓના ધર્મપત્નીએ કર્યું છે.એઈમ્સ રાજકોટની ઓપીડી ડિસેમ્બર સુધીમાં શરૂ કરવા માટે તંત્ર પુરજોશમાં તૈયારી કરી રહ્યું છે. એઈમ્સ ભરતી કરી રહ્યું છે જ્યારે વહીવટી તંત્ર બાંધકામ દરમિયાન આવતા તમામ અડચણોને દૂર કરી રહ્યું છે.

aiims rajkot 1 સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંસ્કૃતિ, ઓળખ અને અસ્મિતાને પ્રદર્શિત કરતો AIIMS રાજકોટનો લોગો જાહેર

આ અંગે એઇમ્સના ડિરેક્ટર સી.ડી.કચોટે વિગતવાર સમજ આપી હતી

સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત પણ તેના ‘દાંડીયા’ની કલાની વિશ્વમાં જાણીતું છે.

આ લોગોમાં વિદ્યા અમૃતમ શ્રુતે નો જે મંત્ર છે તેમાં જ્ઞાનના સિંચનથી અમૃત પ્રાપ્ત થયાનો સંકેત આપે છે.

લોગોમાં ખુલ્લુ પુસ્તક દર્શાવાયુ છે. જે જ્ઞાન સૌના માટે છે તેનું પ્રતિક છે.

એઈમ્સ તેના દેશના 18000 જેટલા વિદ્યાર્થીઓને જે રીતે જ્ઞાન- સંશોધન અને શિવવાની કલા શીખવે છે તેનું પ્રતિક છે.

લોગોના નીચેના ભાગમાં સમુદ્ર એ ફકત ગુજરાતના લાંબા સમુદ્ર કિનારા જ નહી પરંતુ પૃથ્વી પર જીવનનો પ્રારંભનું પ્રતિક છે.

ગુજરાતના 33 જીલ્લાઓ એક બીજા સાથે ગુંથાયેલા હોય તેનો સંદેશ

ગુજરાતના 33 જીલ્લાઓ એક બીજા સાથે ગુંથાયેલા હોય તેનો સંદેશ આપે છે તો લોગોની અંદરના ભાગે સિંહની પ્રતિકૃતિ સાથે પરંપરાગત દાંડીયા રમતા યુગલની પ્રતિકૃતિ છે

.લોગોની બહારની ડીઝાઈન એ સૌરાષ્ટ્રની પરંપરાગત બાંધણીની પ્રતિકૃતિ છે,ગુજરાત એ ડાયમન્ડ હિરાનું પણ હબ ગણાય છે અને સુશ્રુતનો જે લોગો છે તેના ઉપર ડાયમન્ડની તસ્વીર એ શ્રેષ્ઠતા અને પ્રકાશનું પ્રતીક છે.

લોગોનો લીલો રંગ ઉર્જાનું પણ પ્રતિક છે.

એઈમ્સના લોગોની આંખને એ પૃથ્વી પર તબીબોને જે રીતે ભગવાન તરીકે ઓળખાય છે તેની સાથે શાંતિ અને જીવનને નવી ચેતના શક્તિ આપે છે તેનું પ્રતિક છે.

આ લોગોમાં ગુજરાતની નવી ઓળખ બનનાર સ્ટેચ્યુ ઓફ યુનીટીનું પણ પ્રતિક છે જેની સાથે ચરખો દર્શાવાય છે. લોગોની વચ્ચે સ્ટાર તારા અંકીત કરાયા છે જે સારા ભવિષ્ય, શુદ્ધતા જીવનને આગળ ધપાવવાની પ્રેરણાના પ્રતિક છે.

ચરખો એ મહાત્મા ગાંધી અને ગુજરાતના ગ્રામોદ્યોગ સ્વરોજગારનું પ્રતિક છે.

majboor str 7 સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંસ્કૃતિ, ઓળખ અને અસ્મિતાને પ્રદર્શિત કરતો AIIMS રાજકોટનો લોગો જાહેર