Rajasthan News/ બાડમેરમાં એરફોર્સનું મિગ 29 ક્રેશ, પાયલોટ સુરક્ષિત

બાડમેર સેક્ટરમાં નિયમિત નાઈટ ટ્રેનિંગ મિશન દરમિયાન IAF મિગ-29માં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી

Top Stories India

Rajasthan News : મિગ-29 ક્રેશઃ વાયુસેનાનું મિગ 29 વિમાન રાજસ્થાનના બાડમેરમાં ક્રેશ થયું છે. જેમાં પાયલોટ સુરક્ષિત હોવાનું કહેવાય છે, જોરદાર વિસ્ફોટ સાથે પ્લેનમાં આગ લાગી હતી. સદ્નસીબ વાત એ છે કે અકસ્માત વસ્તીવાળા વિસ્તારમાં બન્યો ન હતો. બાડમેર જિલ્લા કલેક્ટર નિશાંત જૈન, એસપી નરેન્દ્ર સિંહ મીના અને જિલ્લાના વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
રાજસ્થાનના બાડમેરમાં એરફોર્સનું મિગ 29 વિમાન ક્રેશ થયું છે. જેમાં પાયલોટ સુરક્ષિત હોવાનું કહેવાય છે. પ્રાથમિક માહિતી અનુસાર ફાઈટર જેટ ટેક્નિકલ ખામીના કારણે ક્રેશ થયું હતું અને પ્લેનમાં જોરદાર વિસ્ફોટ સાથે આગ લાગી હતી.

આ દુર્ઘટના એવા વિસ્તારમાં બની હતી જ્યાં વસ્તી નથી. બાડમેર જિલ્લા કલેક્ટર નિશાંત જૈન, એસપી નરેન્દ્ર સિંહ મીના અને જિલ્લાના વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વાયુસેનાએ એક નિવેદન જારી કરીને જણાવ્યુ છે કે આ દુર્ઘટનામાં પાયલોટ સુરક્ષિત રીતે બચી ગયો છે.

ટ્વીટર પર પોસ્ટ કરતા વાયુસેનાએ કહ્યું કે, બાડમેર સેક્ટરમાં નિયમિત નાઈટ ટ્રેનિંગ મિશન દરમિયાન IAF મિગ-29માં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પાઈલટને એરક્રાફ્ટમાંથી બહાર નીકળવું પડ્યું હતું. પાયલોટ સુરક્ષિત છે અને કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી, કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે..એસપી નરેન્દ્ર સિંહ મીણાએ કહ્યું- આ દુર્ઘટના બાડમેર ઉતરલાઈ એરબેઝ પાસે થઈ હતી. આ પહેલીવાર નથી જ્યારે મિગ-29 દુર્ઘટનાગ્રસ્ત થયું હોય, આ પહેલા પણ મિગ-29 ઘણી વખત ક્રેશ થઈ ચૂક્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:RSS પ્રમુખ મોહન ભાગવતની સુરક્ષામાં વધારો, ઝેડ પ્લસ ના સ્થાને ASL સુરક્ષા અપાઈ

 આ પણ વાંચો:દિલ્હીમાં ભાજપના નવા પ્રમુખ મામલે RSS અને BJPનું મહા મંથન, રક્ષા મંત્રી રાજનાથ સિંહના ઘરે યોજાઈ બેઠક

આ પણ વાંચો:કોઈપણ સરકારી કર્મચારી RSSની પ્રવૃત્તિમાં થઈ શકશે સામેલ, કેન્દ્ર સરકારે 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવ્યો