Not Set/ એરટેલ કરી રહી છે ઉઘાડી લૂંટ, ગ્રાહકોના બેલેન્સ કાપી કંપનીના અધિકારી નથી આપી રહ્યા જવાબ, જાણો સમગ્ર વિગત

અમદાવાદઃ એરટેલ કંપની પોતાના  કસ્ટમરને સારી સુવિધા આપવાનું રટણ કરતી આવી છે. પણ ખરેખર વાસ્તવીકતા કંઇક અલગ છે. એરટેલ કંપની  સુવિધાના નામે પોતાના યુઝર્સને ખુલ્લેઆમ લૂંટી રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. એરટેલ કંપનીમા યુઝર્સ દ્રારા  નેટવર્ક પ્રોબ્લમ, પ્રોટીબિલિટી, અને બેલેન્સ ઊડી જવાની ફરિયાદો એ અત્યારે જોર પકડયું છે. છતાંપણ કંપની દ્વારા કોઈ પગલાં ન […]

Tech & Auto Business
airtel logo એરટેલ કરી રહી છે ઉઘાડી લૂંટ, ગ્રાહકોના બેલેન્સ કાપી કંપનીના અધિકારી નથી આપી રહ્યા જવાબ, જાણો સમગ્ર વિગત

અમદાવાદઃ એરટેલ કંપની પોતાના  કસ્ટમરને સારી સુવિધા આપવાનું રટણ કરતી આવી છે. પણ ખરેખર વાસ્તવીકતા કંઇક અલગ છે. એરટેલ કંપની  સુવિધાના નામે પોતાના યુઝર્સને ખુલ્લેઆમ લૂંટી રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

એરટેલ કંપનીમા યુઝર્સ દ્રારા  નેટવર્ક પ્રોબ્લમ, પ્રોટીબિલિટી, અને બેલેન્સ ઊડી જવાની ફરિયાદો એ અત્યારે જોર પકડયું છે. છતાંપણ કંપની દ્વારા કોઈ પગલાં ન લેવાના  કારણે  કંટાળી ગયા છે. હાલ એરટેલ કંપની 4G સ્કીમની લાલચ આપીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરી રહીં છે અને પોતે બેસ્ટ સર્વિસ આપતી હોવાનું રટણ કરતી આવી છે.  છતા પણ યુઝર્સ  એરટેલનાસર્વિસથી નિરાશા હોય તેવું લગી રહ્યુ  છે.

એરટેલ કંપની દ્વારા 4G નેટ, અને અન્ય સ્કીમોના રોડ પર  મોટા મોટા બેનરો પણ લગાવા મા આવ્યા છે. આ બેનરો માત્ર રોડ પર નું માત્ર આકર્ષણ બની ને રહી ગયા છે હકીકત મા નેટવર્ક  તેમજ  નેટની સ્પીડ મા વારે વારે નેટવર્ક પ્રોબ્લમ થી યુઝર્સ પણ ત્રાહિમામ પોકારી ગયા છે.  કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા ટાવરો નકામાં સાબીત થઈ રહયા હોય તેવું લગી રહ્યુ છે. યુઝર્સ દ્રારા  પ્રોટીબિલિટી માટે પણ અનેક વખત મેસેજ અને કમ્પલેન કરવામા આવી છે છતાંપણ કોઈ યોગ્ય પ્રતિ ઉતર મળતો નથી.

એરટેલ કંપની નું સ્લોગન છે એક્સપ્રેસ યોર સેલ્ફ, જે અહી ખોટું પડી રહ્યુ છે. મંતવ્ય ન્યુંઝે  નેટવર્કની સમસ્યા વિશે પૂછતાં એરટેલ કંપનીના હેડે વાત કરવાનો સંપુર્ણ  ઇન્કાર કરી દીધો હતો. કંપની પર  ટેલીકોમ રેગ્યુલારીટી દ્વારા કેમ કોઈ યોગ્ય પગલાં નથી લેવામા આવી રહ્યાં. ??