Bollywood Villain Ajit Khan Unknown Facts: હિન્દી સિનેમા જગતમાં 1970 ના દાયકામાં ખલનાયકીની આખી વ્યાખ્યા બદલી નાખનારા દંતકથા સમાન વિલન અજીત ખાનની (Ajit Khan) સફર ફિલ્મો કરતાં પણ વધુ રોમાંચક અને સંઘર્ષપૂર્ણ રહી છે. હૈદરાબાદના સૈનિક પરિવારમાં ‘હામિદ અલી ખાન’ તરીકે જન્મેલા અજીતને જ્યારે એક્ટિંગમાં નસીબ અજમાવવું હતું, ત્યારે પિતાના વિરોધના કારણે તેઓ મુંબઈ આવવા માટે પોતાની કોલેજની ચોપડીઓ વેચીને ટ્રેનની ટિકિટના પૈસા લાવ્યા હતા અને ખિસ્સામાં માત્ર 133 રૂપિયા લઈને માયાનગરી પહોંચ્યા હતા.
Ajit Khan એ સિમેન્ટની પાઇપોમાં રાતો વિતાવી
મુંબઈમાં શરૂઆતના દિવસોમાં રહેવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેમણે રસ્તા કિનારે પડેલી સિમેન્ટની મોટી પાઈપો (નાળા) માં રાતો વિતાવી હતી. તેમણે ભીડમાં ત્રીજી લાઈનમાં ઊભા રહેતા જૂનિયર આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું, પણ તેમના દમદાર અવાજે ફિલ્મમેકર કે. અમરનાથનું ધ્યાન ખેંચ્યું, જેમણે તેમને દર મહિને 1,000 રૂપિયાના કોન્ટ્રેક્ટ પર રાખ્યા અને નવું નામ આપ્યું ‘અજીત'(Ajit Khan) .
હીરો તરીકે ફ્લોપ થયા બાદ ઈતિહાસ રચ્યો
‘મુગલ-એ-આઝમ’ અને ‘નયા દૌર’ જેવી ફિલ્મોમાં હીરો કે સહ-અભિનેતા (Ajit Khan) તરીકે સફળતા ન મળતાં 4 વર્ષ સુધી તેઓ બેરોજગાર રહ્યા. ત્યારબાદ મિત્ર રાજેન્દ્ર કુમારની ભલામણથી ફિલ્મ ‘સૂરજ’ માં વિલનનો રોલ મળ્યો અને અજીતનો સુવર્ણકાળ શરૂ થયો. ‘જંજીર’ ના શાતિર ‘તેજા’ અને ‘કાલીચરણ’ ના ‘લાયન’ (Lion) ના પાત્રોએ ઇતિહાસ રચી દીધો. તેમના ડાયલોગ્સ ‘લિલી ડોન્ટ બી સિલી’ અને ‘મોના ડાર્લિંગ’ આજે પણ લોકપ્રિય છે. અંગત જીવનમાં 3 લગ્ન કરનારા અને ખૂબ જ સાદગીથી જીવનારા અજીત ખાન 22 ઓક્ટોબર 1998 ના રોજ દુનિયા છોડી ગયા, પણ તેમનો અંદાજ આજે પણ અમર છે.
આ પણ વાંચો:કોમેડી શોમાં યુવકે કહી છોકરી સાથેની ગંદી વાત, હોબાળો વધતાં જ કંપનીએ નોકરીમાંથી હાંકી કાઢ્યો
આ પણ વાંચો:25 વર્ષ પહેલા શાહરૂખ ખાને જે કહ્યું, તે ભવિષ્યમાં જેઠાલાલ માટે સાચું સાબિત થયું, વીડિયો વાયરલ
આ પણ વાંચો:12 કરોડનું બજેટ અને 400 કિલો સોનું, જાણો બોલિવૂડના સૌથી મોંઘા ગીત ‘ઘૂમર’ ની ભવ્યતા
