Ahmedabad News/ અમદાવાદમાં અખબારનગર અંડરપાસ હજી પણ દસ દિવસ રહેશે બંધ

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ધીમી કામગીરીના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમા જ ઉમેરો કરતાં હોય તેમ અખબાર નગર અંડરપાસમાં ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ હોવાથી વાહન ચાલકોને 1 કિલોમીટર પાછળ ફરીને 200 મીટરનું અંતર કાપવું પડે છે.

Gujarat Ahmedabad Breaking News

AhmedabadNews: અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ધીમી કામગીરીના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમા જ ઉમેરો કરતાં હોય તેમ અખબાર નગર અંડરપાસમાં ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ હોવાથી વાહન ચાલકોને 1 કિલોમીટર પાછળ ફરીને 200 મીટરનું અંતર કાપવું પડે છે. દિવાળી પહેલા વહીવટી કામગીરીના કારણે અખબારનગરથી શાસ્ત્રીબ્રિજ સુધીનો રસ્તો 10 થી 15 દિવસ સુધી બંધ રહ્યો હતો.

ટ્રાફિક જામની સ્થિતિ

તેના કારણે તહેવાર દરમિયાન વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ શાસ્ત્રીનગરથી અખબાર નગર સુધીના અંડરપાસ પર ડ્રેનેજ લાઇનનું કામ બે દિવસથી શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી આગામી 10 દિવસ સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. ત્યારે ગટરની કામગીરીના કારણે વાહન ચાલકોને નજીકના સાંકડા રસ્તા પરથી પસાર થવું પડે છે.

આ ઉપરાંત રોડના કામના કારણે સવાર-સાંજ ભારે ટ્રાફિક જામ થાય છે. જેના કારણે લોકોનો ઘણો સમય બગાડે છે. આ ટ્રાફિક સમસ્યાએ વિસ્તારના તમામ લોકોને પરેશાન કર્યા છે. ત્યારે ટ્રાફિકની સમસ્યાને કારણે સ્થાનિક લોકોએ AMCને વહેલી તકે કામ પૂર્ણ કરવા વિનંતી કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમબ્રાંચે 1.03 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપ્યું

આ પણ વાંચો:અમદાવાદનુ રિવર ફ્રન્ટ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ,આ વર્ષે 108 લોકોએ નદીમાં કૂદીને પોતાનો જીવ આપ્યો

આ પણ વાંચો:અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો