UP Election/ ‘અખિલેશ યાદવ 100 બેઠક પણ નહી જીતી શકે’:અનુરાગ ઠાકુર

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તો ત્યાં સુધી કહ્યું કે, સાત તબક્કા પછી પણ અખિલેશ યાદવ 100 સીટો અંકે નહી કરી શકે.10 માર્ચ પછી સપા અધ્યક્ષ કહેશે કે ઈવીએમ બેવફા છે.

India
Anurag

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે.ત્યારે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ સતત જનતાની વચ્ચે પહોંચી રહ્યા છે. જ્યારે સીએમ યોગીએ રાજ બરેલીમાં જાહેર સભાને સંબોધિત કરી તો કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા અનુરાગ ઠાકુર ચૂંટણી પ્રચાર માટે બાંદા પહોંચ્યા હતા. મીડિયા સાથે વાત કરતા બીજેપી નેતાએ દાવો કર્યો કે, સપા 100 બેઠકો પણ નહી જીતી શકે.

આ પણ વાંચો: લખનૌમાં અરવિંદ કેજરીવાલનાં PM મોદી પર પ્રહાર, કહ્યું, સરકારે દેશની સુરક્ષાને કોમેડી બનાવી દીધી છે

અનુરાગ ઠાકુરે કહ્યું કે, બુંદેલખંડમાં ફરી એકવાર કમળ ખીલશે. મતદારોની લહેર જોઈને સૌ કોઈ સરળતાથી જાણી શકે છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તો ત્યાં સુધી કહ્યું કે, સાત તબક્કા પછી પણ અખિલેશ યાદવ 100 સીટો અંકે નહી કરી શકે.10 માર્ચ પછી સપા અધ્યક્ષ કહેશે કે ઈવીએમ બેવફા છે.

ઉલ્લેખનિય છે કે, બાંદામાં અનુરાગ ઠાકુરે બીજેપી ઉમેદવાર પ્રકાશ દ્વિવેદીના સમર્થનમાં રોડ શો કરીને વોટની અપીલ કરી હતી. બાંદામાં ચોથા તબક્કામાં 23 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. ભાજપે બાંદા બેઠક પરથી પ્રકાશ દ્વિવેદીને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ, મંજુલા વિવેક સિંહ અને ધીરજ રાજપૂત સપા તરફથી બસપાના ઉમેદવાર છે. આ બેઠક પર તમામ ઉમેદવારો વચ્ચે જોરદાર સ્પર્ધા થશે. 2017માં બાંદામાં 59.22 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં બાંદામાં કેટલું મતદાન થયું તે તો 23 ફેબ્રુઆરીએ સાંજે જ ખબર પડશે.

આ પણ વાંચો:સમાજવાદી પાર્ટીએ આતંકવાદીઓને મુક્ત કરવાનું આપ્યું વચન: અમિત શાહ

આ પણ વાંચો: જે વિરાટ ના કરી શક્યો તે રોહિતે કરી બતાવ્યું, ટીમ ઈન્ડિયા 6 વર્ષ બાદ T-20માં નંબર-1