Bollywood/ અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’ ફિલ્મ આ દિવસે રિલીઝ થશે ……

ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કૃતિ સેનન, જેકલીન ફર્નાન્ડીઝ, અરશદ વારસી અને પંકજ ત્રિપાઠી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Entertainment
Untitled 53 6 અક્ષય કુમારની 'બચ્ચન પાંડે' ફિલ્મ આ દિવસે રિલીઝ થશે ......

વર્ષ 2022માં અક્ષય કુમાર ધમાલ મચાવનાર છે. આજે અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ ‘બચ્ચન પાંડે’ની નવી રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. અક્ષયની આ ફિલ્મ હોળીના ખાસ અવસર પર રિલીઝ થઈ રહી છે. અક્ષય કુમારે આ ફિલ્મની પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરીને આપી છે. પોસ્ટરમાં અક્ષયનો સ્ટ્રોંગ લુક જોવા મળી રહ્યો છે. બીજા પોસ્ટરમાં અક્ષય કુમાર તેની ગેંગ સાથે જોવા મળે છે.

Instagram will load in the frontend.

ફિલ્મ ‘બચ્ચન પાંડે’નું પોસ્ટર શેર કરતા અક્ષય કુમારે લખ્યું, ‘એક્શન, કોમેડી, ડ્રામા અને રોમાન્સ.. આ વર્ષે હોળી પર લોડ કરવામાં આવી રહ્યા છે.’ અક્ષયની આ પોસ્ટથી તેના ફેન્સ ખૂબ જ ખુશ છે. ફિલ્મના પોસ્ટરની વાત કરીએ તો પહેલામાં અક્ષય કુમાર ગળામાં ચેન અને હાથમાં બંદૂક અને હથિયારોથી ભરેલી બેગ સાથે જોવા મળે છે, જ્યારે બીજામાં અક્ષય ગ્રુપ સાથે ટ્રક પર બેઠેલો જોવા મળે છે. 

ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કૃતિ સેનન, જેકલીન ફર્નાન્ડીઝ, અરશદ વારસી અને પંકજ ત્રિપાઠી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ પણ રાજસ્થાનમાં વર્ષ 2021માં થયું હતું. જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ હતી. આ ફિલ્મમાં કૃતિ સેનન પણ બાઇક ચલાવતી જોવા મળશે. જણાવી દઈએ કે પહેલા આ ફિલ્મ 26 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ હવે કોરોનાના વધતા જતા કેસોને જોતા આ ફિલ્મની નવી રિલીઝ ડેટ થોડી આગળ વધારવામાં આવી છે. આ ફિલ્મ હોળીના અવસર પર 18 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.