Not Set/ અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલનું બીજુ ટ્રેલર થયુ રિલીઝ, વૈજ્ઞાનિકોનાં અંગત જીવનની બતાવી ઝાંખી

અક્ષય કુમાર આજકાલ તેની આગામી ફિલ્મ મિશન મંગલને લઈને ચર્ચામાં છે. અક્ષય કુમાર, તાપ્સી પન્નુ, વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા સ્ટારર આ ફિલ્મ 15 ઓગષ્ટનાં રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મની રિલીઝનાં 7 દિવસ પહેલા જ મિશન મંગલનું બીજું ટ્રેલર રિલીઝ થયું છે. મિશન મંગળનાં બીજા ટ્રેલરમાં ફરી એકવાર મંગલયાનની યાત્રા બતાવવામાં આવી છે. આ કાર્યમાં […]

Uncategorized
second trailer અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલનું બીજુ ટ્રેલર થયુ રિલીઝ, વૈજ્ઞાનિકોનાં અંગત જીવનની બતાવી ઝાંખી

અક્ષય કુમાર આજકાલ તેની આગામી ફિલ્મ મિશન મંગલને લઈને ચર્ચામાં છે. અક્ષય કુમાર, તાપ્સી પન્નુ, વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા સ્ટારર આ ફિલ્મ 15 ઓગષ્ટનાં રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મની રિલીઝનાં 7 દિવસ પહેલા જ મિશન મંગલનું બીજું ટ્રેલર રિલીઝ થયું છે.

મિશન મંગળનાં બીજા ટ્રેલરમાં ફરી એકવાર મંગલયાનની યાત્રા બતાવવામાં આવી છે. આ કાર્યમાં વૈજ્ઞાનિકો કેવી રીતે નિષ્ફળ જાય છે, ત્યારે તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડે છે. પરંતુ વૈજ્ઞાનિકોની ટીમ હાર માનતી નથી. તેઓ પીછેહઠ કરતા નથી અને ધીરે ધીરે પણ તેમની યોજનાને પૂર્ણ કરે છે. આટલું જ નહીં, ટ્રેલરમાં વૈજ્ઞાનિકોનું અંગત જીવન પણ બતાવવામાં આવ્યું છે. કેવી રીતે વૈજ્ઞાનિકનાં અંગત જીવનમાં, આ મંગલયાન સિવાય, તેની પોતાની અલગ મુશ્કેલીઓ હોય છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે વાસ્તવિક જીવનમાં, આ વૈજ્ઞાનિકો વિજ્ઞાનની દુનિયા સિવાય ભગવાનની શક્તિમાં પણ માને છે. ટ્રેલરનાં અંતમાં, તે બતાવવામાં આવ્યું છે કે ચંદ્રયાન નિષ્ફળ જાય છે ત્યારે વૈજ્ઞાનિકો તેની પાસેથી કેટલીક વસ્તુઓ લઈને મંગલયાન મિશનને કેવી રીતે સફળ બનાવે છે.

નિર્માતા આર બાલ્કી અને જગન શક્તિ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ જોન અબ્રાહમની ફિલ્મ બટલા હાઉસને 15 ઓગષ્ટનાં રોજ બોક્સ ઓફિસ પર ટક્કર આપવા તૈયાર છે. અક્ષય અને જોહ્ન બંનેની ફિલ્મોથી પ્રેક્ષકોને ઘણી અપેક્ષાઓ છે. આવી સ્થિતિમાં બોક્સ ઓફિસ પર કઇ ફિલ્મ દર્શકોનું દિલ જીતવામાં સફળ રહેશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.