Movie Masala/ આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી આ દિવસે જોવા મળશે સિનેમાઘરોમાં

આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી કે જેની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે તેના નિર્માતાઓએ તેની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે.

Entertainment
ગંગુબાઈ કાઠિયાવાડી

કોરોનાએ ફરી એકવાર પોતાના પગ ફેલાવવાનું શરૂ કર્યું છે. સમહામારીને કારણે ઘણા રાજ્યોમાં સિનેમાઘરો બંધ કરી દેવામાં આવ્યા છે. અને આ કારણે, નિર્માતાઓએ તેમની ફિલ્મોની રિલીઝને લંબાવી અથવા મુલતવી રાખી છે. પરંતુ હવે જાણવા મળી રહ્યું છે કે નિર્માતાઓ ફરી એકવાર ઉત્સાહિત થઈ ગયા છે અને ફિલ્મોની તારીખો જાહેર કરી રહ્યા છે. અહેવાલ છે કે આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી કે જેની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે તેના નિર્માતાઓએ તેની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીના પ્રોડક્શન હાઉસે તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. એક પોસ્ટર શેર કરતા કહ્યું કે આ ફિલ્મ આ વર્ષે 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો :મારી બ્રાની સાઈઝ ભગવાન લે છે બોલનાર એક્ટ્રેસ શ્વેતા તિવારી સામે FIR

a 148 આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી આ દિવસે જોવા મળશે સિનેમાઘરોમાં

આપને જણાવી દઈએ કે ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી નું ટ્રેલર ડિસેમ્બર 2020માં રિલીઝ થયું હતું. ટ્રેલરમાં આલિયાની જબરદસ્ત એક્ટિંગ જોવા મળી હતી. આ ફિલ્મ હુસૈન ઝૈદીના પુસ્તક માફિયા ક્વીન્સ ઑફ મુંબઈના એક પ્રકરણ પર આધારિત છે. વાસ્તવિક જીવનમાં આલિયા જે મહિલાનું પાત્ર ભજવી રહી છે તેનું નામ ગંગુબાઈ કોઠેવાલી હતું. એક સમયે ગંગુબાઈનો મુંબઈના અંડરવર્લ્ડ ડોન અને રાજકારણીઓ સાથે સંપર્ક હતો. 60ના દાયકામાં ગંગુબાઈ મુંબઈના માફિયાઓનું મોટું નામ હતું.

Instagram will load in the frontend.

એવું કહેવાય છે કે તેને તેના પતિએ માત્ર પાંચસો રૂપિયામાં વેચી દીધી હતી. ત્યારથી તે દેહવ્યાપારમાં સંડોવાયેલી હતી. આ દરમિયાન તેણે મજબૂર છોકરીઓ માટે ઘણું કામ પણ કર્યું. આપને જણાવી દઈએ કે ગંગુબાઈ મુંબઈના કમાઠીપુરા રેડ લાઈટ વિસ્તારમાં ઘણા કોઠા પણ ચલાવતા હતા. એવું કહેવાય છે કે કોઈ પણ છોકરીની સંમતિ વિના ગંગુબાઈએ તેને પોતાના રૂમમાં રાખી ન હતી. તેણે પોતાની શક્તિનો ઉપયોગ દેહવેપાર કરતી યુવતીને સશક્તિકરણ કરવા માટે કર્યો.

આ ફિલ્મમાં અજય દેવગન પણ જોવા મળશે. ફિલ્મમાં તેનું પાત્ર ખતરનાક ગેંગસ્ટર કરીમ લાલાનું હશે. ગેંગસ્ટર ગંગુબાઈને લેડી ડોન બનવા તૈયાર કરે છે. ફિલ્મમાં અજય ઉપરાંત સીમા પાહવા અને વિજય રાજ ​​પણ જોવા મળશે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં સીમાએ જણાવ્યું હતું કે તે આ ફિલ્મમાં કામ કરી રહી છે. તેણે કહ્યું હતું – તે આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે.

આ પણ વાંચો :મહેશ માંજરેકર વિરૂદ્વ મુંબઇ કોર્ટમાં ફરિયાદ,જાણો સમગ્ર મામલો…

આ પણ વાંચો : Bigg Boss 15ના વિજેતાનું નામ લીક, આ સ્પર્ધકના માથે પહેરાશે વિજયનો તાજ!

આ પણ વાંચો :પદ્મશ્રી નકારનાર ગાયિકા સંધ્યા મુખોપાધ્યાયની બગડી તબિયત, હોસ્પિટલમાં કરાયા દાખલ

આ પણ વાંચો :જહોન અબ્રાહમની ફિલ્મ ‘એટેક’ની રિલીઝ ડેટ મુલતવી, હવે આ દિવસે થઈ શકે છે રિલીઝ