Not Set/ સૌથી વધુ ગુજરાતમાં થાય છે દારૂનો વેપલો, પહેલા કડક અમલ કરાવો પછી ગેહલોત માફી માગશે : બળદેવજી ઠાકોર

ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને MLA બળદેવજી ઠાકોર દ્વારા ગુજરાત સરકારનાં કાન કંઇક અજીબ રીતે મરડવામાં આવ્યા છે. કોંગ્રેસ પેટા ચૂંટણી સંદર્ભમાં અરવલ્લીમાં સંમેલન યોજવામાં આવ્યું હતું અને સંમેલાનમાં કોંગ્રેસ દ્વારા ભાજપમાં ગાબડા પણ પાડવામાં આવ્યા. આ પ્રસંગે બોલી રહેલા કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને ધારાસભ્ય બળદેવજી ઠાકોર દ્વારા સરકારને વિસ્ટામણમાં નખી દેવામાં આવી છે. બળદેવજી ઠાકોર […]

Top Stories Gujarat Others
Baldevji Thakor સૌથી વધુ ગુજરાતમાં થાય છે દારૂનો વેપલો, પહેલા કડક અમલ કરાવો પછી ગેહલોત માફી માગશે : બળદેવજી ઠાકોર

ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને MLA બળદેવજી ઠાકોર દ્વારા ગુજરાત સરકારનાં કાન કંઇક અજીબ રીતે મરડવામાં આવ્યા છે. કોંગ્રેસ પેટા ચૂંટણી સંદર્ભમાં અરવલ્લીમાં સંમેલન યોજવામાં આવ્યું હતું અને સંમેલાનમાં કોંગ્રેસ દ્વારા ભાજપમાં ગાબડા પણ પાડવામાં આવ્યા.

આ પ્રસંગે બોલી રહેલા કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને ધારાસભ્ય બળદેવજી ઠાકોર દ્વારા સરકારને વિસ્ટામણમાં નખી દેવામાં આવી છે. બળદેવજી ઠાકોર દ્વારા ગુજરાત સરકાર અને CM રૂપાણી પર આકરા શાબ્દીક પ્રહારો કરતા કહેવામાં આવ્યું કે, દારૂ મુદ્દે રાજસ્થાનનાં CM અશોક ગેહલોતનાં નિવેદન બદલ ગેહલોતે માફી માંગવાની કોઇ જરૂર નથી.

આપણ વાંચો :  દારૂબંધીનું દંગલ : નજીકનાં ભવિષ્યમાં શૌક્ષણીક સંસ્થાનની હોસ્ટેલમાં “લઠ્ઠાકાંડ” થયાંનાં સમાચાર મળે તો ચોંકી જતા નહીં, કારણ કે…..

બળદેવજી ઠાકોર ગુજરાતની ભાજપ સરકારને આડે હાથ લેતા જણાવ્યું કે, સૌથી વધુ ગુજરાતમાં જ દારૂનો વેપલો થાય છે. ગુજરાતમાં માત્ર નામની દારૂબંધી છે. તો સાથે સાથે બળદેવજી ઠાકોર દ્વારા ભાર પૂર્વક કહેવામાં આવ્યું કે, દારૂબંધીનો કડક અમલ થશે તો અશોક ગેહલોત માફી માગશે.

આપણ વાંચો : ગુજરાતનાં CM-રાજ્યપાલનાં બંગલા પાછળ જ ધમધમે છે દારૂની ભઠ્ઠીઓ, સરકાર દારૂબંધી છે તેવી વાતો ના કરે તો સારું : શંકરસિંહ

આમ બળદેવજી ઠાકોર દ્વારા આડ કતરી રીતે સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું છે કે આ મામલે નિવેદન અને ગુજરાતની 6.5 કરોડ જનતાને આડી ઘરીને ફક્ત લાગણીઓનાં પ્રવાહમાં ભાજપ સરકારને તરીને દરિયો આટલી આસાનીથી પાર કરવા દેવામાં આવશે નહીં. અને સરકારને ખુલ્લે આમ ચેલેન્જ પણ કરી દેવામાં આવી છે કે પહેલા દારુબંધીનો કડક અમલ કરાવો તો ગેહલોત માફી પણ માગી લેશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.