Gujarat Election/ અલ્પેશ ઠાકોરની ઇચ્છા આ બેઠક પરથી ચૂંટણી લડવાની હતી!,જાણો

ગુજરાત ચૂંટણીના પગલે સત્તાધારી ભાજપ દ્વારા વધારે 12 ઉમેદવારોની યાદી બહાર પાડી છે. જેમાં વધારે 12 ઉમેદવારોને ચૂંટણીની જંગમાં ઉતાર્યા છે

Top Stories
3 16 અલ્પેશ ઠાકોરની ઇચ્છા આ બેઠક પરથી ચૂંટણી લડવાની હતી!,જાણો

ગુજરાત ચૂંટણીના પગલે સત્તાધારી ભાજપ દ્વારા વધારે 12 ઉમેદવારોની યાદી બહાર પાડી છે. જેમાં વધારે 12 ઉમેદવારોને ચૂંટણીની જંગમાં ઉતાર્યા છે. જેમાં ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોરને ચૂંટણી જંગમા ઉતારાયા છે. ત્યારે આ પ્રસંગે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે તેમની પહેલી ઇચ્છા રાધનપુરથી ચૂંટણી લડવાની હતી પરતું પાર્ટીએ જે નિર્ણય લીધો છે તે શિરોમાન્ય છે, અહીંયા પણ જીતીશ અને રાજયમાં કમળ ખીલી ઉઠશે.

નોંધનીય છે કે ભાજપ દ્વારા હજી સુધી કુલ 178 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. હવે માણસા, ખેરાલુ, રાવપુરા અને માંજલપુર બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લી 16 બેઠકમાં અનેક પેચ ફસાયેલા હતા. જો કે અમિત શાહે આખરે તમામ બેઠકો પર સ્થિતિ સ્પષ્ટ કરી દીધી હતી

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવવાની છે અને 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે,8 ડિસેમ્બરે પરિણામ જાહેર થવાના છે.