Not Set/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસ તો ઘટ્યા પણ મોતનો આંક હજુ પણ 4 હજારને પાર

કોરોનાનો કહેર સમગ્ર દેશમાં આજે પણ યથાવત છે, જોકે મહામારીની ગતિ થોડી ઓછી થઈ છે. રવિવારે જાહેર થયેલા આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 3,11,170 નવા કેસ નોંધાયા છે અને 4,077 લોકોનાં મોત નીપજ્યાં છે.

Top Stories
petrol 12 દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસ તો ઘટ્યા પણ મોતનો આંક હજુ પણ 4 હજારને પાર

કોરોનાનો કહેર સમગ્ર દેશમાં આજે પણ યથાવત છે, જોકે મહામારીની ગતિ થોડી ઓછી થઈ છે. રવિવારે જાહેર થયેલા આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 3,11,170 નવા કેસ નોંધાયા છે અને 4,077 લોકોનાં મોત નીપજ્યાં છે.

કોરોનાનો આતંક / પશ્ચિમ બંગાળમાં કોરોનાથી એક દિવસમાં સૌથી વધુ 144 લોકોના મોત,16 થી 30 મે દરમિયાન લોકડાઉન

આપને જણાવી દઇએ કે, દેશમાં હવે પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 2,46,84,077 થઈ ગઈ છે અને કુલ મૃત્યુઆંક 2,70,284 પર પહોંચી ગયો છે. હાલમાં ભારતમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા, 36,18,458 છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 3,62,437 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, ત્યારબાદ ડિસ્ચાર્જ થયેલા લોકોની કુલ સંખ્યા હવે 2,07,95,335 પર પહોંચી ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં, 17,33,232 લોકોને કોરાના રસી આપવામાં આવી છે, જે પછી દેશમાં રસીકરણનો આંકડો 18,22,20,164 પર પહોંચી ગયો છે.

Israel-Palestine Conflict / બિડેન અને નેતન્યાહુ વચ્ચે થઇ ફોન પર વાત, ઇઝરાઇલના PM એ અમેરિકાને કહ્યું  ‘આભાર’  

જણાવી દઇએ કે, નીતિ આયોગનાં સભ્ય, વી કે પૌલે શનિવારે મીડિયાને જણાવ્યું હતું કે, રાજ્યમાં સ્થિતિ પહેલાથી થોડી સુધરી છે. ભારતનાં 10 રાજ્યોમાં હાલ કોરોના દર્દીઓની સંખ્યા 1 લાખની ઉપર પહોંચી ગઈ છે, જ્યારે 17 રાજ્યોમાં દર્દીઓની સંખ્યા ઘટીને 50 હજાર થઈ ગઈ છે, જે રાહતનાં સંકેત છે. જોકે, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢની સ્થિતિ થોડી ચિંતાજનક છે. દેશનાં 24 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 15 ટકાથી વધુ છે, જ્યારે દિલ્હી, છત્તીસગઢ, દમણ અને દીવ, હરિયાણા, મધ્યપ્રદેશમાં ઘટાડો નોંધાયો છે. આપને જણાવી દઈએ કે, ભારતમાં કોરોના માટે અત્યાર સુધીમાં કુલ 31,48,50,143 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ગઈકાલે 18,32,950 સેમ્પલોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું છે કે છેલ્લા એક અઠવાડિયામાં વિશ્વભરમાં નોંધાયેલા કોરોના વાયરસનાં સંક્રમણનાં અડધા કેસો એકલા ભારતથી સામે આવ્યા છે. WHO એ એમ પણ કહ્યું છે કે વિશ્વમાં કોરોનાથી થતાં 25% મૃત્યુ એકલા ભારતમાંથી થયા છે.

s 3 0 00 00 00 2 દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસ તો ઘટ્યા પણ મોતનો આંક હજુ પણ 4 હજારને પાર