ધાર્મિક/ અમરનાથ યાત્રાની તારીખ જાહેર, આ તારીખ વચ્ચે યોજાશે યાત્રા

અમરનાથ યાત્રાની તારીખ જાહેર, આ તારીખ વચ્ચે યોજાશે યાત્રા

Trending Dharma & Bhakti
રાજકોટ 5 અમરનાથ યાત્રાની તારીખ જાહેર, આ તારીખ વચ્ચે યોજાશે યાત્રા

બાબા બર્ફાનીના નામથી પ્રખ્યાત અમરનાથ બાબાની યાત્રા માટે તારીખો જાહેર કરવામાં આવી છે. અમરનાથ યાત્રા શ્રાઇન બોર્ડે વાર્ષિક અમરનાથ યાત્રાની તારીખની જાહેરાત કરી છે.  તે આ વર્ષે 28 જૂનથી 22 ઓગસ્ટ સુધી ચાલશે, તે નિર્ણય બોર્ડ દ્વારા મળેલી બેઠકમાં લેવામાં આવ્યો છે. તો સાથે યાત્રા દરમિયાન કોરોના પ્રોટોકોલનું પણ પાલન કરવાનું રહેશે.

Amarnath Yatra: A long, up-and-down journey | Explained News,The Indian Express

દેશભરમાં કોરોનાવાયરસ COVID-19 ના વધતા જતા કેસો વચ્ચે  અમરનાથ શ્રાઈન બોર્ડે વર્ષ 2020 માં અમરનાથ યાત્રા રદ કરી હતી.

દેશભરના કેટલાંક રાજ્યોમાં અચાનક વધેલા કેસોમાં હોવા છતાં, બોર્ડે કોવિડ -19 રોગચાળા માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને આ યાત્રા યોજવાનું નક્કી કર્યું છે.

Amarnath Yatra halted for one day

બોર્ડે કહ્યું કે તે ભક્તોની ભાવનાઓણે સન્માન આપે છે અને તેમની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને સવાર-સાંજ આરતીનું લાઇવ ટેલિકાસ્ટ / વર્ચ્યુઅલ દર્શન પણ ચાલુ રાખશે. વધુમાં પરંપરાગત ધાર્મિક વિધિઓ અગાઉની માફક જ કરવામાં આવશે.

અમરનાથ શ્રાઈન બોર્ડે આ વર્ષ માટે બાબા અમરનાથની યાત્રાની તારીખો જાહેર કરી છે. આ વર્ષે 28 જૂનથી પ્રારંભ થઈને યાત્રા 22 ઓગસ્ટ સુધી ચાલશે. એ સાથે જ બે વર્ષના ગાળા બાદ બાબા બર્ફાનીના દર્શનનો ભક્તો લાભ લઈ શકશે. ગત વર્ષે કોરોનાને લીધે તારીખો જાહેર થયા બાદ યાત્રા રદ્દ કરવી પડી હતી. એટલે કે છેલ્લે 2019ની 1લી જુલાઈએ અમરનાથ યાત્રા થઈ શકી હતી. જે તે વર્ષની 15મી ઓગસ્ટે પૂર્ણ થઈ હતી. પ્રારંભિક માહિતી પ્રમાણે યાત્રા બાલટાલ રૂટથી કરાવવાનું નક્કી કરાયું છે. યાત્રાનો પારંપરિક રૂટ પહલગામ, ચંદનવાડી, શેષનાગથી પંચતરણી થઈને જાય છે.

  • અમરનાથ યાત્રામાં 45 કિલોમીટર ટ્રેકિંગ
  • યાત્રા પૂર્ણ થવામાં લાગે છે 4 દિવસ
  • કાશ્મીરના અનંતનાગમાં આવેલી છે પવિત્ર ગુફા
  • ગુફામાં સ્વયંભૂ શિવલિંગ આપે છે દર્શન

બાબા બર્ફાનીના નામથી જાણીતા અમરનાથના ધામ સુધી પહોંચવામાં 45 કિલોમીટર જેટલું મુશ્કેલ ટ્રેકિંગ કરવું પડે છે. પહલગામથી યાત્રાનો પ્રારંભ થાય છે. બીજો રૂટ બાલટાલથી પણ છે. અંતે 4 દિવસે કાશ્મીરના અનંતનાગમાં સ્થિત પવિત્ર ગુફા સુધી પહોંચી શકાય છે. ગુફામાં સ્વયંભૂ હિમ શિવલિંગના દર્શન કરવા માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવે છે. આ ગુફામાં તમામ સંચાલન અમરનાથ શ્રાઈન બોર્ડના હસ્તક છે. જેના ચેરમેન રાજ્યના ઉપરાજ્યપાલ મનોજ સિંહા જ છે. તેમણે શ્રાઈનબોર્ડના હોદ્દેદારો સાથે કરેલી બેઠકમાં તમામ પરિસ્થિતિનું આકલન કરીને આ વર્ષની તારીખો નક્કી કરી છે. ત્યારે બાબાના દર્શન ઈચ્છતા શ્રદ્ધાળુઓને હૈયે ટાઢક વળી છે.