Not Set/ અંબાજી/ આજે પોષી પૂર્ણિમા, મા અંબાનો પ્રાગટ્ય દિવસ, માતાજીને 2100 કિલો સુખડીનો પ્રસાદ ધરાવાશે  

પોષી પૂર્ણિમાએ મા અંબાનો પ્રાગટ્યોત્સવ આજે મા અંબાની ભવ્ય શોભાયાત્રા નીકળશે માતાજીને 2100 કિલો સુખડીનો પ્રસાદ ધરાવાશે અંબાજીમાં જતા માર્ગો બન્યા ભક્તિમય દાંતાના માર્ગો જય અંબેના નાદથી ગુંજયા મા અંબાના દર્શને જતા પદયાત્રીઓ આજે પોષી પૂર્ણિમા એટલે મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે. પોષ સુદ પૂનમે વહેલી સવારે આઠ વાગ્યે ગબ્બર તળેટીથી મા અંબાની જ્યોત અંબાજી […]

Navratri 2022
ambaji 1 અંબાજી/ આજે પોષી પૂર્ણિમા, મા અંબાનો પ્રાગટ્ય દિવસ, માતાજીને 2100 કિલો સુખડીનો પ્રસાદ ધરાવાશે  
  • પોષી પૂર્ણિમાએ મા અંબાનો પ્રાગટ્યોત્સવ
  • આજે મા અંબાની ભવ્ય શોભાયાત્રા નીકળશે
  • માતાજીને 2100 કિલો સુખડીનો પ્રસાદ ધરાવાશે
  • અંબાજીમાં જતા માર્ગો બન્યા ભક્તિમય
  • દાંતાના માર્ગો જય અંબેના નાદથી ગુંજયા
  • મા અંબાના દર્શને જતા પદયાત્રીઓ

આજે પોષી પૂર્ણિમા એટલે મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે. પોષ સુદ પૂનમે વહેલી સવારે આઠ વાગ્યે ગબ્બર તળેટીથી મા અંબાની જ્યોત અંબાજી મંદિરમાં લાવવામાં આવી હતી. અંબાજી મંદિરની યજ્ઞશાળામાં મહાશક્તિ યજ્ઞનું આયોજન પણ કરવામાં અવ્યુ છે. ત્યારબાદ અંબાજીના શક્તિદ્વારથી મહાઆરતી બાદ શોભાયાત્રા નીકળશે. જે અંબાજી શહેરના તમામ માર્ગો પર પસાર થઈને સાંજે નીજ મંદિરે પરત ફરશે. આ પ્રસંગે માતાજીને 2100 કિલો સુખડીનો પ્રસાદ ધરાવાશે .

અંદાજે બે લાખ જેટલા માઇભકતો મા અંબાના પ્રાગટ્ય મહોત્સવમાં ભાગ લેશે. વહેલી સવારે ગ્રામજનો ગબ્બર ઉપર ધજા ચડાવીને માની અખંડ જ્યોતમાંથી જ્યોત લઈને જ્યોતિ યાત્રા તરીકે ઓળખાતી યાત્રા ગબ્બરથી અંબાજી આવશે. આપેશ્વર મહાદેવ મંદિર ખાતે માઈભક્તો દ્વારા ઢોલ વગાડી સ્વાગત બાદ નિજ મંદિરે આવ્યા બાદ મા અંબાની મૂર્તિની પૂજા વિધિ કરી શક્તિદ્વાર ખાતે મહાઆરતી કરાશે. માતાજીના અસ્ત્ર અને આયુધો સાથે ઢોલ નગારા સાથે મા અંબા ગજરાજ પર આરૂઢ થઇ અને ફુલ વરસાવતી તોપની સાથે બેન્ડવાજા, શરણાઈઓ સહિત 33 કરતાં વધુ વિવિધ ઝાંખી કરાવતી મંડળીઓ સાથે આ શોભાયાત્રા નીકળશે.

આ શોભાયાત્રા અંબાજી શક્તિદ્વારથી, જુનાનાકા, માનસરોવર, આઝાદ ચોક, ખોડીયાર ચોક, પોલીસ સ્ટેશન સર્કલ, ભવાની પેટ્રોલ પંપ થઇ શક્તિ દ્વાર પરત ફરશે. જેમાં વિવિધ ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવશે. જેમાં રંગોળી, ફૂલોની તોપ, અખંડ જ્યોત, શાકંભરી રથ, માતાજીની બગી, નવદુર્ગાની ઝાંખી, કાર્મેલ સ્કૂલની ઝાંખી, આદિવાસી નૃત્ય, ટ્રિનિટી સ્કૂલની ઝાંખી, નવોદય વિકલાંગ સ્કૂલની ઝાંખી, હાઇસ્કૂલની ઝાંખી, બાહુબલી બગી, રાજસ્થાનની ઝાંખી, ગાયત્રી મંદિર, અને  ગૌમાતાની ઝાંખી મુખ્ય રહેશે.

મા અંબાના પ્રાગટ્ય મહોત્સવણે પગલે અંબાજી જતા તમામ માર્ગો ભક્તિ માય બન્યા છે. અને સમગ્ર વાતાવરણ જાય અંબેના જયનાદથી ગુંજી ઉઠ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.