Ambalal forecast/ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં ભારે વરસાદની અંબાલાલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં ભારે વરસાદની સંભાવના છે.

Gujarat Gandhinagar Top Stories Ahmedabad Vadodara Breaking News
Beginners guide to 3 3 અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં ભારે વરસાદની અંબાલાલની આગાહી

Ahmedabad News:  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં ભારે વરસાદની સંભાવના છે. છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદની આગાહી છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ યથાવત્ રહેશે. 28 જૂનથી પાંચ જુલાઈ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેમા પણ જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં તો દસ-દસ ઇંચ વરસાદ ખાબકવાની આગાહી કરી છે.

28 જૂન આસપાસ જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સાર્વત્રિક વરસાદ વરસશે.  5 જુલાઈ સુધીમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફથી આવતી સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારે વરસાદ વરસવાનો અંબાલાલ પટેલનો દાવો છે.

આ ઉપરાંત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  રાજ્યમાં હજુ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ  સક્રિય છે, જેના કારણે આજે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા બોટાદમાં ભારે વરસાદની  આગાહી કરાઈ છે.

આવતીકાલે આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરી છે. જ્યારે 27 જૂને પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી તેમજ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં
આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં સિવિલ હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ

આ પણ વાંચો: ગુજરાતમાં લેબમાં બનતા નશીલા પદાર્થનો પ્રદાફર્શ

આ પણ વાંચો: આખા દેશને દોડતી રાખનારી રાજસ્થાની ગેંગને વલસાડ LCBએ પકડી

આ પણ વાંચો: વડોદરામાં મિની ટેમ્પો ચાલકે બે ભાઈઓને કચડી નાખી રીતસરનું ‘મર્ડર’ કર્યુ, જુઓ CCTV ફૂટેજ