Not Set/ અમેરિકા: ગર્લફ્રેન્ડ સાથે ફરવા ગયેલા પટેલ યુવાનની હુમલાખોરે ગોળી મારી કરી હત્યા, હત્યારાની માહિતી આપનારને 5000 ડોલરનું ઇનામની કરી જાહેરાત

અમેરિકા અમેરિકાના ફ્લોરિડામાં મિયામી બીચ પર પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફરવા ગયેલા એક પટેલ યુવાનની કોઇ અજાણ્યા હુમલાખોરે ગોળી મારી હત્યા કરી છે. મરનાર વ્યક્તિનું નામ કામિલ પટેલ છે અને તે વિલિયમ્સવીલે ઇસ્ટ હાઇસ્કૂલમાંથી ગ્રેજ્યુએટ હતો. પોલીસ આ ઘટનાની તપાસ ચલાવી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, મૃતક કામિલ પટેલની ઉંમર 29 વર્ષની હતી અને તે ટેક્સાસથી […]

World
1 અમેરિકા: ગર્લફ્રેન્ડ સાથે ફરવા ગયેલા પટેલ યુવાનની હુમલાખોરે ગોળી મારી કરી હત્યા, હત્યારાની માહિતી આપનારને 5000 ડોલરનું ઇનામની કરી જાહેરાત

અમેરિકા

અમેરિકાના ફ્લોરિડામાં મિયામી બીચ પર પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફરવા ગયેલા એક પટેલ યુવાનની કોઇ અજાણ્યા હુમલાખોરે ગોળી મારી હત્યા કરી છે. મરનાર વ્યક્તિનું નામ કામિલ પટેલ છે અને તે વિલિયમ્સવીલે ઇસ્ટ હાઇસ્કૂલમાંથી ગ્રેજ્યુએટ હતો. પોલીસ આ ઘટનાની તપાસ ચલાવી રહી છે.

usa અમેરિકા: ગર્લફ્રેન્ડ સાથે ફરવા ગયેલા પટેલ યુવાનની હુમલાખોરે ગોળી મારી કરી હત્યા, હત્યારાની માહિતી આપનારને 5000 ડોલરનું ઇનામની કરી જાહેરાત

સુત્રોના જણાવ્યા અનુસાર, મૃતક કામિલ પટેલની ઉંમર 29 વર્ષની હતી અને તે ટેક્સાસથી મિયામી આવ્યો હતો. વિલિયમ્સવીલે સ્કૂલમાંથી 2006માં ગ્રેજ્યુએટ એવા કામિલ પટેલની હત્યાના પ્રત્યક્ષદર્શીએ પોલીસને જણાવ્યું કે તેણે ગોળીબારનો અવાજ સાંભળ્યો અને જોયું કે કોલીન્સ એવન્યૂ નજીક એક વ્યકિતને ગોળી વાગી છે અને તે ઢળી પડ્યો છે. જોસેફ નામના વ્યક્તિએ પોલિસને કહ્યું કે ગોળીબારનો અવાજ સાંભળી અને ત્યાં ગયા કાર બંધ હતી અને સિક્યુરિટીએ પોલીસને ફોન કર્યો.

usaa અમેરિકા: ગર્લફ્રેન્ડ સાથે ફરવા ગયેલા પટેલ યુવાનની હુમલાખોરે ગોળી મારી કરી હત્યા, હત્યારાની માહિતી આપનારને 5000 ડોલરનું ઇનામની કરી જાહેરાત

એક પ્રત્યક્ષદર્શી શેલીએ જણાવ્યું કે તે બેભાન હાલતમાં હતો અને અમને લાગ્યું કે તે મૃત્યુ પામ્યો છે. મિયામી બીચ પોલીસ ડિપાર્ટમેન્ટે હત્યારાની માહિતી આપનારને 5000 ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. દરમ્યાન મૃતક કામિલ પટેલના મિત્રોએ તેના કુટુંબીજનોને મદદ કરવા માટે ફેસબુક પર GoFundMe નામનું પેજ બનાવ્યું છે. જેનાથી કામિલ પટેલના ફ્યુનરલ અને મેમોરિઅલનો ખર્ચ કાઢવામાં આવશે.

usaaa અમેરિકા: ગર્લફ્રેન્ડ સાથે ફરવા ગયેલા પટેલ યુવાનની હુમલાખોરે ગોળી મારી કરી હત્યા, હત્યારાની માહિતી આપનારને 5000 ડોલરનું ઇનામની કરી જાહેરાત

તપાસમાં એવું માલુમ પડ્યું છે કે જે કારમાં કામિલ આવ્યો હતો તે કાર વ્હાઇટ સેડાન કાર હતી. જેનો નંબર CC34319 હતો.