Vaccinated/ બ્રાઝિલમાં ફેલાયેલા વાયરસના નવા સ્ટ્રેન પર અમેરિકી કંપની ફાઇઝર અને ચીની કંપનીની સિનોવિકની રસી અસરકારક

કોરોના સંક્રમણથી સમગ્ર વિશ્વ પર મહામુસીબત ઉભી થઇ છે ત્યારે તેના વિવિધ સ્ટ્રેન બહાર આવી રહ્યા છે. નવો સ્ટ્રેન પહેલા કરતાં વધુ મુશ્કેલી ઉભી કરે તેવો છે. બ્રાઝિલમાં પણ આ નવા સ્ટ્રેનના કોરોના વાયરસના કેસો સામે આવતાં આખા વિશ્વમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો.  આ વાયરસના ઈલાજ અર્થે તેના પર 2 અલગ અલગ અભ્યાસ હાથ […]

Top Stories World
image બ્રાઝિલમાં ફેલાયેલા વાયરસના નવા સ્ટ્રેન પર અમેરિકી કંપની ફાઇઝર અને ચીની કંપનીની સિનોવિકની રસી અસરકારક

કોરોના સંક્રમણથી સમગ્ર વિશ્વ પર મહામુસીબત ઉભી થઇ છે ત્યારે તેના વિવિધ સ્ટ્રેન બહાર આવી રહ્યા છે. નવો સ્ટ્રેન પહેલા કરતાં વધુ મુશ્કેલી ઉભી કરે તેવો છે. બ્રાઝિલમાં પણ આ નવા સ્ટ્રેનના કોરોના વાયરસના કેસો સામે આવતાં આખા વિશ્વમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો.  આ વાયરસના ઈલાજ અર્થે તેના પર 2 અલગ અલગ અભ્યાસ હાથ ધરાયા હતા, જેમાં એ વાત સામે આવી છે કે અમેરિકાની ફાઈઝર અને ચીની કંપનીની સિનોવિક રસી કોરોના વાયરસના આ સ્ટ્રેનને માત આપવા માટે અસરકારક નીવડી શકે તેમ છે. ન્યૂ ઈંગ્લેન્ડની એક લેબના અભ્યાસમાં ફાઈઝર રસી વાયરસના નવા P1 સ્ટ્રેન પર અસરકારક હોવાનો દાવો કરાયો છે. આ સ્ટ્રેન સૌથી પહેલા બ્રાઝિલમાં જોવા મળ્યો હતો.

વાયરસના P1 સ્ટ્રેન સામે સિનોવિક બાયોટેક રસી અસરકારક

આના પહેલાં રિસર્ચરોએ આ રસીને બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાવાયરસ સામે રક્ષણ આપવા માટે સક્ષમ છે એમ પુરવાર કરી હતી. જોકે દક્ષિણ આફ્રિકામાં જે વાયરસનો પ્રકાર હતો, તેના પર આ રસીની અસર થોડી ઓછી થઈ હતી. એવામાં બ્રાઝિલમાં જોવા મળેલા વાયરસના P1 સ્ટ્રેન પર ચીની કંપનીની સિનોવિક બાયોટેક રસી અસરકારક સાબિત થઈ છે, જેને ચકાસવા માટે બ્રાઝિલમાં નાનાં-મોટાં અધ્યયનો પણ કરવામાં આવ્યાં હતાં.

11 કરોડથી વધુ દર્દીઓ કોરોનાની ઝપેટમાં

વિશ્વભરમાં 11.77 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાં કોરોનાને માત આપીને 9 કરોડ 34 લાખ લોકો સ્વસ્થ થઈ ગયા છે, તો બીજી બાજુ 26 લાખ 12 હજારથી પણ વધુ લોકો કોરોનાવાયરસથી મૃત્યુ પામ્યા છે. www.worldometers.info/coronavirusમાં દર્શાવેલા આંકડાઓ મુજબ, વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 2.92 લાખથી વધુ નવા કોરોના સંક્રમણના કેસો સામે આવ્યા છે અને 6 હજારથી વધુ દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે.