Covid-19/ ત્રીજી લહેરની આશંકા વચ્ચે આજે દેશમાં નોંધાયા 38,948 કેસ, 219 લોકોનાં મોત

દેશમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે આજે 38,948 કોરોનાનાં કેસ નોંધાયા છે, વળી આ દરમિયાન 219 લોકોનાં મોત થયા છે. આ ઉતાર-ચઢાવ વચ્ચે 43,903 લોકો કોરોનાથી ઠીક થયા છે.

Top Stories India
ipl2020 31 ત્રીજી લહેરની આશંકા વચ્ચે આજે દેશમાં નોંધાયા 38,948 કેસ, 219 લોકોનાં મોત

દેશમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે દૈનિક કેસોમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. જણાવી દઇએ કે, આજે દેશમાં કોરોના વાયરસનાં 38,948 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરનાં આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 43,903 લોકો કોરોનાથી ઠીક થયા છે અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જ્યારે કોરોનાને કારણે 219 લોકોનાં મોત થયા છે.

આ પણ વાંચો – United Nation / તાલિબાની પ્રતિનિધિ મંડળે સંયુક્ત રાષ્ટ્રના મહા સચિવ સાથે કરી મુલાકાત,માનવતાવાદ પર થઇ ચર્ચા

આ સાથે, દેશમાં કોરોનાનાં કુલ સક્રિય કેસ હવે 4,04,874 પર પહોંચી ગયા છે, જ્યારે અત્યાર સુધી આ ભયાનક સંક્રમણથી ભારતમાં 4,40,752 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોના રસીકરણની વાત કરીએ તો દેશમાં પણ લોકોને રસીનાં 68,75,41,762 ડોઝ આપવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, છેલ્લા 167 દિવસમાં નોંધાયેલા સંક્રમણનાં કારણે મૃત્યુનાં આ સૌથી ઓછા કેસ છે અને કોવિડ -19 મૃત્યુદર પણ ઘટીને 1.33 ટકા થયો છે. જણાવી દઈએ કે, હાલમાં કેરળમાં 26,701 કેસ નોંધાયા છે, રાજ્ય કોરોના વાયરસ સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત છે અને 74 મૃત્યુ નોંધાયા છે. કોરોનાનાં નવા કેસોની મહત્તમ સંખ્યા દક્ષિણનાં રાજ્ય કેરળમાંથી આવી રહી છે. રવિવારે કેરળમાં કોરોનાનાં 26,701 નવા કેસ નોંધાયા છે જ્યારે કોરોનાને કારણે 74 લોકોનાં મોત થયા છે. કેરળમાં જે રીતે કોરોનાનાં ઘણા કેસ સતત નોંધાઈ રહ્યા છે, તે પછી કોરોનાની ત્રીજી લહેરનો ખતરો વધી ગયો છે. કેરળનાં કોઝિકોડમાં હવે નિપાહ વાયરસનો એક કેસ નોંધાયો હતો જેમાં 12 વર્ષનાં બાળકનું મોત થયું હતું. નિપાહ વાયરસને કારણે બાળકનાં મોત બાદ કેન્દ્રની એક ટીમ ટેકનિકલ મદદ માટે પહોંચી છે.

દેશમાં કોરોના વાયરસ સંક્રમણની તાજેતરની સ્થિતિ: 6 સપ્ટેમ્બર 2021
કુલ કેસ: 3,30,27,621
સક્રિય કેસ: 4,04,874
કુલ રિકવરી: 3,21,81,995
કુલ મૃત્યુ: 4,40,752
કુલ રસીકરણ: 68,75,41,762

આ પણ વાંચો – શિક્ષક દિન /  બાળક તેજસ્વી બની વૈશ્વિક હરણફાળ ભરે જે માટે ઉચ્ચત્તમ શિક્ષણના સર્વશ્રેષ્ઠ પ્રયાસો સરકાર કરી રહી છે :  નિતીનભાઇ પટેલ

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાનાં 53.14 કરોડ સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 14,10,649 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાનાં 4057 નવા કેસ નોંધાયા છે, આ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 64,86,174 થઈ ગઈ છે. જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 1,37,774 લોકોનાં મોત થયા છે.