Ukraine Conflict/ યુક્રેનમાં વધતા તણાવ વચ્ચે રશિયા સામે લડવા માટે અમેરિકાએ સેના મોકલી,જાણો વિગત

યુક્રેન મુદ્દે અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. યુક્રેન અને રશિયાની સરહદ નજીક તણાવ વચ્ચે અમેરિકાએ યુક્રેનને સૈન્ય સહાય આપી છે.

Top Stories World

યુક્રેન મુદ્દે અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. યુક્રેન અને રશિયાની સરહદ નજીક તણાવ વચ્ચે અમેરિકાએ યુક્રેનને સૈન્ય સહાય આપી છે. રશિયાના સંભવિત આક્રમણને જોતા યુક્રેનના સંરક્ષણ માટે અમેરિકાની સૈન્ય શુક્રવારથી જ ત્યાં પહોંચી છે અમેરિકાએ યુક્રેનને ઘાતક હથિયારોનો પહેલો કન્સાઈનમેન્ટ પહોંચાડ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુક્રેનના ફ્રન્ટલાઈન સૈનિકોને દારૂગોળો સહિત લગભગ 2 મિલિયન પાઉન્ડની ઘાતક હથિયારોની સહાય મોકલવામાં આવી છે. કિવમાં યુએસ એમ્બેસીએ આ માહિતી આપી છે.

યુએસ એમ્બેસી તરફથી એક ટ્વિટર પોસ્ટમાં જણાવાયું છે કે યુક્રેનના ફ્રન્ટ-લાઇન ડિફેન્ડર્સ માટે દારૂગોળો સહિત લગભગ 200,000 પાઉન્ડ ઘાતક હથિયારોની સહાયનો સમાવેશ થાય છે. દૂતાવાસે બીજા ટ્વીટમાં કહ્યું કે 2014 થી, રશિયન આક્રમણનો સામનો કરવા માટે યુક્રેનને 2.7 બિલિયન ડોલરની સહાય આપવામાં આવી છે, જે દર્શાવે છે કે યુએસ યુક્રેનના બચાવ માટે પ્રતિબદ્ધ છે.

મીડિયા અહેવાલો અનુસાર, રશિયાએ યુક્રેન સાથેની તેની સરહદ પર એક વિશાળ સશસ્ત્ર દળ એકત્ર કર્યું છે અને 10 ફેબ્રુઆરીથી શરૂ થનારી સંયુક્ત લશ્કરી કવાયત માટે યુક્રેનની ઉત્તરે આવેલા બેલારુસમાં સૈનિકો અને શસ્ત્રો મોકલ્યા છે. પુતિને સુરક્ષા ગેરંટી માંગી છે જે યુક્રેનને ક્યારેય નાટોમાં જોડાવાથી અટકાવશે. યુએસ અને તેના નાટો સહયોગીઓએ તે માંગણીઓ ફગાવી દીધી છે. યુક્રેન પર હુમલાની આશંકા વચ્ચે રશિયાએ આ ક્ષેત્રમાં વધુ સૈન્ય કવાયતની જાહેરાત કરીને તેની ગતિ વધારી દીધી છે. જોકે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું કહેવું છે કે તેમની યુક્રેન પર હુમલો કરવાની કોઈ યોજના નથી