Bihar News : બિહાર વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ભાજપ અને ચૂંટણીપંચ પર ગંભીર આરોપ લગાવતા બુધવારે એક પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કહ્યું, ‘હવે ગુજરાતના ભીખુભાઈ પટનાના મતદાર બન્યા છે. ગુજરાતીઓ બિહારના મતદાર બની રહ્યા છે,. .’ તેમણે પોતાનો છેલ્લો મત 2024માં ગુજરાતમાં આપ્યો હતો, પરંતુ તેઓ હજુ પણ પટનાના મતદાર છે. ગુજરાતમાં તેમનું નામ હટી ગયું હતું, પરંતુ હજુ પાંચ વર્ષ પણ નથી થયાં અને તેઓ જગ્યા બદલીને મત આપવા લાગ્યા.
તેજસ્વી યાદવે વોટર લિસ્ટમાં નામ જોડવાને લઈને કરેલા આક્ષેપો મામલે બિહાર ભાજપના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયાએ જણાવ્યું હતું કે હા, ચોક્કસ મેં બિહારના વોટર લિસ્ટમાં મારું નામ એડ કરાવ્યું છે. મને 2021થી બિહારની જવાબદારી સોંપાઈ છે. હું ત્યાં છું, એટલા માટે મેં બિહારમાં મતદાર તરીકે નામ નોંધાવ્યું છે. જો બિહાર પછી બીજે ક્યાંય જવાબદારી મળશે તો તમે અહીંથી નામ કમી કરાવીને ત્યાં નામ એડ કરાવી દેશો? જેના જવાબમાં કહ્યું કે હા, કેમ નહીં ચોક્કસ.
તેજસ્વી યાદવે એવો પણ દાવો કર્યો હતો કે મુઝફ્ફરપુરના મેયર અને ભાજપ નેતા નિર્મલા દેવી પાસે એક જ વિધાનસભા મતવિસ્તારમાં બે મતદાર-ID છે, જેમાં તેમની ઉંમર પણ અલગ રીતે નોંધાયેલી છે.તેજસ્વીના મતે ‘એકમાં 48 વર્ષ છે અને બીજામાં 45 વર્ષ છે. એટલું જ નહીં, તેના બંને દિયરના EPIC નંબર પણ અલગ અલગ છે.’ તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો કે “ચૂંટણીપંચ દ્વારા મૂળ મતદાતાને મૃત જાહેર કરવામાં આવે છે, પરંતુ ભાજપના લોકો માટે બે EPIC નંબર બની જાય છે.”જામનગર રહેતો ત્યારે ત્યાંનો મતદાર હતો, પોરંબદર ગયો તો ત્યાંનો મતદાર થયો:
ભીખુ દલસાણિયા શું ભાજપના બધા જ પ્રભારીઓ આવું કરે છે? જેના જવાબમાં ભીખુ દલસાણિયાએ જણાવ્યું કે ના, આ દરેકનો અંગત નિર્ણય હોય છે અને અગાઉ જામનગર રહેતો ત્યારે ત્યાંનો મતદાર હતો. એ પછી પોરબંદર રહેવા ગયો હતો ત્યાંનો મતદાર થયો. આ પછી કોબા આવ્યો તો કોબામાં આ નોંધણી કરાવી અને અત્યારે હું બિહારનો મતદાર છું. હું તો પહેલેથી આવું કરતો આવ્યો છું.
‘મેં 2024ની લોકસભા ચૂંટણીમાં બિહારમાં મતદાન કર્યું હતું, તેજસ્વી ખોટી વાત કરે છે’ 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં મતદાન કરવા અંગે તેમણે કહ્યું હતું કે તેજસ્વી યાદવ તદ્દન ખોટી વાત કરે છે, તેની પાસે કોઈ પૂરતી માહિતી નથી. મેં 2024ની લોકસભા ચૂંટણીમાં બિહારમાં મતદાન કર્યું હતું. મેં નિયમ બહાર ક્યારેય કંઈ કર્યું નથી. તમે જ્યાં રહેતા હોય ત્યાં મતદાન કરવાનો તમને અધિકાર છે અને મેં મારા અધિકાર પ્રમાણે ત્યાં નોંધણી કરાવી છે.’એક દિવસ માટે પણ ક્યાંય રહેવા ગયા હોય તોપણ તમે મતદાન કરી શકો છો’ તેજસ્વી યાદવ પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે તેજસ્વી યાદવ પાસે પૂરતી માહિતી હોતી નથી. જો તમે એક દિવસ માટે પણ ક્યાંય રહેવા ગયા હોય તોપણ તમે મતદાન કરી શકો છો અને તે પાંચ વર્ષની વાત કરે છે, તેની પાસે ખોટી માહિતી છે એટલે મેં ક્યાંય કોઈ નિયમનું ઉલ્લંઘન કર્યું નથી.
‘મેં કાયદા પ્રમાણે અધિકારોનો ઉપયોગ કર્યો છે, આમાં કંઈ જ ખોટું કર્યું નથી’ શું તમારી સાથે આવેલા અન્ય લોકોએ પણ આવી જ રીતે મતદારયાદીમાં નામ નોંધાવ્યું છે? જેના જવાબમાં તેમણે કહ્યું, હું કોઈ પ્રભારી નથી. સંઘનો પ્રચારક અને સંગઠન મંત્રી છું. મારી સાથે કોઈ બીજી ટીમ આવી નથી એટલે મારી સાથે બીજા કોઈ લોકોએ પણ આવું કરાવ્યું હોય એવો કોઈ સવાલ જ નથી. મેં કાયદા પ્રમાણે મળતા અધિકારોનો ઉપયોગ કર્યો છે. મેં આમાં કંઈ જ ખોટું કર્યું નથી.
તેજસ્વીએ કહ્યું- ચૂંટણીપંચ ભાજપના ઈશારે ‘વોટચોરી’ કરી રહ્યું છે
વિપક્ષના નેતાએ કહ્યું, “SIRનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ગઈકાલે, જે લોકોનાં નામ SIRની ડેડ લિસ્ટમાં હતાં તેમને કોર્ટમાં જીવતા રજૂ કરવામાં આવ્યા હતા. આ એક ગંભીર મામલો છે.”‘લોકો એને વોટની ચોરી કહી રહ્યા છે, પરંતુ ચૂંટણીપંચ ભાજપના ઈશારે ‘વોટચોરી’ કરી રહ્યું છે. હવે જ્યારે સત્ય સામે આવી રહ્યું છે ત્યારે ભાજપ મૌન છે.”પહેલાં ભાજપ પાસે ચૂંટણી હારવાની એક ફોર્મ્યુલા હતી, જેમાં CBI અને EDનો ઉપયોગ થતો હતો, પરંતુ જ્યારે આ બધી એજન્સીઓ નિષ્ફળ થઈ ત્યારે ચૂંટણીપંચને આગળ લાવવામાં આવી રહ્યું છે.’
‘2020માં પણ ચૂંટણીપંચે વોટચોરી કરી હતી. ‘અમારો 10 બેઠક પર 12,000 મતના માર્જિનથી પરાજય થયો હતો.’
ચંદીગઢ મેયરની ચૂંટણીમાં છેતરપિંડી પકડાઈ ત્યારે ચૂંટણીપંચે સીસીટીવી હટાવી દીધા
તેજસ્વીએ વધુમાં કહ્યું, ‘જ્યારે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ચૂંટણીપંચની ચોરી પકડાઈ ત્યારે ચૂંટણીપંચે સીસીટીવી જ હટાવી દીધા. દેશના લોકો બધું સમજે છે. ચૂંટણીપંચ ફક્ત ભાજપના લોકોને મદદ કરી રહ્યું છે. તે વિપક્ષના મત ઘટાડી રહ્યું છે અને એક જ વિધાનસભામાં ભાજપના લોકો માટે બે EPIC નંબર બનાવવામાં આવી રહ્યા છે.’
મુકેશ સાહનીએ કહ્યું, હું ડેપ્યુટી સીએમ બનીશ
બિહાર ચૂંટણી પહેલાં મહાગઠબંધનમાં ડેપ્યુટી સીએમને લઈને ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. વીઆઈપી ચીફ મુકેશ સાહની ડેપ્યુટી સીએમ બનવા પર મક્કમ છે. તેઓ સતત કહી રહ્યા છે કે ‘હું મહાગઠબંધન સરકારમાં ડેપ્યુટી સીએમ બનીશ. મારી પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં 60 બેઠકો માટે ટિકિટ માગે છે.’ મહાગઠબંધનના બાકીના ઘટકો (RJD, કોંગ્રેસ, CPI(ML), CPI, CPI(M))એ એને નકારી કાઢ્યું છે. મહાગઠબંધનના નેતાઓ કહે છે કે ડેપ્યુટી સીએમ કોણ બનશે એ નક્કી નથી. મુકેશ પોતાના મતે આ કહી રહ્યા છે.
આ પક્ષોના નેતાઓએ મુકેશને આવી વાતોથી દૂર રહેવાની સલાહ આપી. આનાથી ગઠબંધનને નુકસાન થાય છે.SIR પર અલ્લાવરુએ કહ્યું, બિહારમાં ફક્ત તેજસ્વી યાદવ સામે જ કાર્યવાહી કેમ?બિહારના પ્રભારી કૃષ્ણા અલ્લાવરુએ તેમનું સમર્થન કર્યું અને ચૂંટણીપંચ પર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું હતું કે બિહારમાં ફક્ત તેજસ્વી યાદવ સામે જ કાર્યવાહી કેમ કરવામાં આવી રહી છે, જ્યાં પણ ડુપ્લિકેશન થયું છે ત્યાં દરેક જગ્યાએ તપાસ થવી જોઈએ.
રાહુલ ગાંધી દ્વારા વોટચોરીના મુદ્દા પર ચિરાગ પાસવાને કર્ણાટકમાં સરકારને બરતરફ કરવાની વાત કરી હતી.અંગે તેમણે કહ્યું, ‘નરેન્દ્ર મોદી છેતરપિંડી કરીને વડાપ્રધાન બન્યા છે, તેથી જો ચિરાગ પાસવાનની વાત સાચી માનવામાં આવે તો નરેન્દ્ર મોદીએ પહેલા રાજીનામું આપવું જોઈએ. અમે ચિરાગ પાસવાનને વિનંતી કરીએ છીએ કે તેઓ તેમની વાત આગળ ધપાવે.’
આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં ઉદ્ઘાટન પહેલાં જ 1100 કરોડનો ફોરલેન રોડ ધરાશાયી
આ પણ વાંચો:મધ્યપ્રદેશ હાઈકોર્ટએ આપ્યો નિર્ણય, કઠોરતા વિના ટ્રાફિક સુધારણા શક્ય નથી!
