આદિલ દુરાની, શર્લિન ચોપરા અને રાજશ્રી મોરેના આરોપો વચ્ચે રાખી સાવંત હવે ઉમરાહ કરવા જઈ રહી છે. રાખીની ફ્લાઈટની અંદરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે હિજાબ પહેરીને ઉમરાહ જવાની વાત કહી રહી છે. આ સાથે રાખી વીડિયોમાં કહી રહી છે કે તે ત્યાં જઈને પોતાના માટે અને બધા માટે પ્રાર્થના કરશે.
View this post on Instagram
ફ્લાઇટની અંદર રાખી સાવંતનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાખીએ હિજાબ પહેર્યો છે અને બ્લેક ગોગલ્સ પહેર્યા છે. વીડિયોમાં રાખી કહી રહી છે- ‘હું ખૂબ જ ભાગ્યશાળી છું કે આજે હું પહેલીવાર ઉમરાહ પર જઈ રહી છું. મારે બુલાવો આવી ગયો છે. હું બહુ ખુશ છું. તમે બધા મને તમારી પ્રાર્થનામાં રાખો અને હું તમારા બધા માટે પ્રાર્થના કરીશ. રાખીનો આ વીડિયો ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
આ પણ વાંચો:Urfi Javed New Video/ઉર્ફીનો આ લુક છે શાનદાર….કોઈએ નહિ જોયો હોય ઉર્ફીનો આ અંદાજ!
આ પણ વાંચો:જબરદસ્ત વીડિયો/જાણો કેવી રીતે મફતમાં ચંદ્ર પર પહોંચ્યું પાકિસ્તાન? વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ પણ વાંચો:Accident video viral/ઓવરટેકિંગને કારણે કાર ચાલકે ગુમાવ્યો જીવ, ટક્કર થતા જ કારના ઉડ્યા છોતરા
