meeting/ કેન્દ્રીય ગૃૃહમંત્રી અમિત શાહે સુપરસ્ટાર જુનિયર એનટીઆર સાથે કરી મુલાકાત,રાજકીય અટકળો શરૂ!

રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ જુનિયર એનટીઆર સાથે મુલાકાત કરી તેમના વખાણના પુલ બાંધ્યા હતા.

Top Stories Entertainment
4 27 કેન્દ્રીય ગૃૃહમંત્રી અમિત શાહે સુપરસ્ટાર જુનિયર એનટીઆર સાથે કરી મુલાકાત,રાજકીય અટકળો શરૂ!

દક્ષિણ ભારતીય સુપરસ્ટાર જુનિયર એનટીઆરને કોણ સારી રીતે ઓળખતું નથી, દેશભરમાં તેમના ચાહકોની કોઈ કમી નથી. રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ જુનિયર એનટીઆર સાથે મુલાકાત કરી તેમના વખાણના પુલ બાંધ્યા હતા. અમિત શાહ અને અભિનેતા જુનિયર એનટીઆર હૈદરાબાદમાં મળ્યા હતા. અમિત શાહે તેમના ટ્વિટર હેન્ડલ પર તેમની મીટિંગની તસવીરો પણ શેર કરી છે અને આ સાથે તેમણે જુનિયર એનટીઆરના વખાણ પણ કર્યા છે.

અવિભાજિત આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એનટી રામારાવના પૌત્ર જુનિયર એનટીઆર સાથે અમિત શાહની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. હાલ આ બેઠકનો એજન્ડા સ્પષ્ટ નથી. જુનિયર એનટીઆરની ફિલ્મ ‘RRR’ તાજેતરમાં જ રિલીઝ થઈ હતી જે સુપરહિટ સાબિત થઈ હતી. તસવીરો શેર કરતા ગૃહમંત્રી અમિત શાહે લખ્યું- “અહીં હૈદરાબાદમાં તેલુગુ સિનેમાના ખૂબ જ પ્રતિભાશાળી અભિનેતા અને રત્ન જુનિયર એનટીઆર સાથે ખૂબ જ સારી વાતચીત થઈ.

અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે તેલંગાણાના કે. ચંદ્રશેખર રાવ સરકાર ખેડૂત વિરોધી અને દલિત વિરોધી છે, રાજ્યના ખેડૂતોને નરેન્દ્ર મોદી સરકારની ખેડૂત કલ્યાણ યોજનાઓના લાભોથી વંચિત રાખવાનું “પાપ” કરી રહી છે. તેમ છતાં તેલંગાણા દેવાની જાળમાં ફસાયેલું છે.