Bollywood/ અમિતાભ બચ્ચને વેચ્યો પોતાનો દિલ્હી ખાતે આવેલો બંગલો, જાણો કેટલા કરોડમાં થયો સોદો

આ બંગલામાં અમિતાભ બચ્ચનની માતા તેજી બચ્ચન અને પિતા હરિવંશ રાય બચ્ચન રહેતા હતા, જેને હવે બિગ બીએ વેચી દીધો છે.

Entertainment
અમિતાભ બચ્ચને

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને દક્ષિણ દિલ્હીના ગુલમહોર પાર્કમાં પોતાની પ્રોપર્ટી વેચી દીધી છે. મળતી માહિતી મુજબ, આ પ્રોપર્ટી નેજોન ગ્રૂપ ઓફ કંપનીઓના CEO અવની બદરે ખરીદી છે.

આ પણ વાંચો :જ્યારે કેમેરાની સામે જ ઉડવા લાગ્યો શિલ્પા શેટ્ટીનો ડ્રેસ, પછી શું થયું જુઓ વીડિયોમાં…

આટલા કરોડમાં વેચાયો બંગલો

આ બંગલામાં અમિતાભ બચ્ચનની માતા તેજી બચ્ચન અને પિતા હરિવંશ રાય બચ્ચન રહેતા હતા, જેને હવે બિગ બીએ વેચી દીધો છે. મળતી માહિતી મુજબ, અમિતાભ બચ્ચને આ બંગલો 23 કરોડ રૂપિયામાં વેચ્યો છે. અમિતાભ બચ્ચનની આ પ્રોપર્ટી ખરીદનાર અવની બદર નજીકમાં રહે છે અને બચ્ચન પરિવારને 35 વર્ષથી કરતાં વધુ સમયથી ઓળખે છે.

દિલ્હીના આ બંગલા ‘સોપાન’નો ઉલ્લેખ અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં ઘણી વખત કર્યો છે. આ બંગલો તેની માતા તેજી બચ્ચનના નામે નોંધાયેલો હતો. Zapkey ના ડેટાએ પુષ્ટિ કરી છે કે આ 418.05 ચોરસ મીટર મિલકતની રજિસ્ટ્રી 7 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ હતી.

આ ઘર સાથે જોડાયેલા હતા બિગ બી

અમિતાભ બચ્ચન મુંબઈમાં રહે છે જ્યાં ચાહકો પણ તેમની એક ઝલક જોવા પહોંચે છે. દિલ્હીના આ ડબલ સ્ટોરી ઘરની વાત કરીએ તો, બિગ બીને ગુલમહોર પાર્કમાં સ્થિત આ ઘર ખૂબ જ પસંદ હતું. મળતી માહિતી મુજબ, આ બચ્ચન પરિવારનું પહેલું ઘર હતું. ત્યાં રહેતા લોકોનું કહેવું છે કે 1980 સુધી જ્યારે હરિવંશરાય બચ્ચન અહીં રહેતા હતા, ત્યારે તેઓ આ બંગલામાં કવિતા સત્ર યોજતા હતા.

જો  હવે બિગ બીની આવનારી ફિલ્મોની વાત કરીએ તો તેમા બ્રહ્માસ્ત્ર, રનવે 34, ઝુંડ, અલવિદા, ધ ઇટર્ન છે, જે ટૂંક સમયમાં પ્રસારિત થવાની છે. આમ, બિગ બી હજી પણ ફિલ્મી દુનિયામાં ઘણા સક્રિય છે.

આ પણ વાંચો :આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર 4 ફેબ્રુઆરીએ રિલીઝ થશે…..

આ પણ વાંચો :આલિયા ભટ્ટે વધુ એક તેલુગુ ફિલ્મ સાઇન કરી, જૂનિયર એનટીઆર સાથે કરશે કામ…

આ પણ વાંચો :અજિત કુમારની ‘વાલીમાઈ’ 24 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે

આ પણ વાંચો : ‘ભાભીજી ઘર પર હૈ’ નાં તિવારીજી પુષ્પાનાં રંગે રંગાયા, કર્યો શ્રીવલ્લી ગીત પર ડાન્સ