ટર્નઓવર/ અમૂલ ડેરીનો રેકોર્ડબ્રેક ટર્નઓવર,10 હજાર કરોડને પાર,જાણો વિગત

અમૂલ દૂધની કંપનીના ટર્નઓવરમાં સૌથી મોટો વધારો નોંધાવ્યો છે. કંપનીનું વાર્ષિક ટર્નઓવર 19 ટકા વધી 10 હજાર 229 કરોડ પર પહોંચ્યુ છે.

Top Stories Gujarat
6 6 અમૂલ ડેરીનો રેકોર્ડબ્રેક ટર્નઓવર,10 હજાર કરોડને પાર,જાણો વિગત

દેશની બ્રાન્ડ અમૂલ દૂધની કંપનીએ રેકોર્ડ સર્જોયો છે, જેના પગલે વિશ્વમાં અમૂલ કંપનીનું નામ ખુબ પ્રખ્યાત થયું છે, કંપનીએ ટર્નઓવરમાં રેકોર્ડ કરી નાંખ્યો છે. અમૂલ દૂધની કંપનીના ટર્નઓવરમાં સૌથી મોટો વધારો નોંધાવ્યો છે. કંપનીનું વાર્ષિક ટર્નઓવર 19 ટકા વધી 10 હજાર 229 કરોડ પર પહોંચ્યુ છે. ગત વર્ષે કંપનીમાં દૂધની 131 કરોડ લીટર થઈ હતી. જ્યારે ચાલુ વર્ષે કંપનીમાં દૂધની 150 કરોડ લીટર દૂધની આવક થઈ છે. ગત વર્ષ કંપનીએ 320 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી. જ્યારે આ વર્ષે કંપનીએ 350 કરોડ રૂપિયાની ખેડૂતોને ચૂકવણી કરી છે. જેમાં 9.37 ટકાનો વધારો થયો છે.

અમૂલ કંપનીએ દેશનું નામ વિશ્વમાં પ્રખ્યાત કર્યું છે. ડેરીએ વર્ષ 2021-22 માં સારો દેખાવ કર્યો છે. સામાન્ય રીતે વર્ષ 2021-22 આંતરરાષ્ટ્રીય ડેરી વેપાર માટે ખૂબ જ કપરું હતું, તેમ છતાં અમૂલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા 10,229 કરોડને પાર કરી ગયું છે. જે સંઘના ઇતિહાસમાં સર્વાધિક છે. જે ગત વર્ષના રૂપિયા 8598 કરોડની તુલનામાં ધંધાની કુલ 19 ટકા વૃદ્ધિ દર્શાવે છે. સંઘના વ્યવસાયમાં કલકત્તા, પૂણે તથા મુંબઇ સહિત સમગ્ર રીતે સંતોષકારક વધારો થયેલો હોવાનું ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું.

ગુજરાતની અને વિશ્વવિખ્યાત અમુલ ડેરી મામલે મહત્વના અહેવાલ સામે આવ્યા છે. જેમાં ગુજરાત રાજ્યની અમુલનું વાર્ષિક ટર્ન ઓવર 10 હજાર કરોડને પાર થઇ ગયું છે. અમુલના વાર્ષિક ટર્ન ઓવરમાં 19 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે. ગત વર્ષે દૂધની આવક 131 કરોડ લીટર થઈ હતી. ચાલુ વર્ષે દૂધની 150 કરોડ લીટરની આવક થઈ છે. ખેડૂતોને કંપનીએ 350 કરોડ રૂપિયાની ચૂકવણી પણ કરી છે. ખેડૂતોને ચૂકવણીમાં 9.37 કરોડ રૂપિયાનો વધારો નોંધાવ્યો છે.