મુંબઈ/ 11 વર્ષની બાળકી 10મા માળની બાલ્કનીમાંથી નીચે પડતા કરૂણ મોત થયું

હાઈરાઈઝ બિલ્ડીંગના 10મા માળે આર્ટ વર્ક કરી રહેલી 11 વર્ષની બાળકી બાલ્કનીમાંથી નીચે પટકાતા કરૂણ મોત નીપજ્યુ હતું.

India
Untitled 222 11 વર્ષની બાળકી 10મા માળની બાલ્કનીમાંથી નીચે પડતા કરૂણ મોત થયું

દેશમાં  આવા  કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જોવા મળી રહ્યા છે  .ત્યારે આજે  જબોર રીવલી વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં આવેલી એક હાઈરાઈઝ બિલ્ડીંગના 10મા માળેથી 11 વર્ષની બાળકી નીચે પટકાઈ હતી. જે બાદ બાળકીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યુ હતુ. બાળકી 10મા માળે આવેલા ઘરની બાલ્કનીમાં આર્ટ વર્ક કરી રહી હતી ત્યારે આ દુઃખદ ઘટના સર્જાઈ હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો ;રાજકોટ /  ટાગોર રોડ પર આવેલા અતુલ મોટર્સના શોરૂમમાં રાત્રીના વિકરાળ આગતા, લાખોમાં નુકશાન થયું

પોલીસના જણાવ્યા મુજબ, 11 વર્ષની હેતવી મહેતા 10 માળે આવેલા મકાનની બાલ્કનીમાં આર્ટ વર્ક કરવામાં વ્યસ્ત હતી. એ સમયે તેણે અજાણતાથી બાલ્કનીની જાળીનો એક ભાગ કાપી નાખ્યો હતો. ત્યારબાદ તે નીચે પટકાઈ હશે. જો કે, બાલ્કનીમાં કેમેરા ન હોવાથી તે કઈ રીતે પડી એ હજુ કહી શકાય એમ નથી. બાલ્કનીના ભાગે ગ્રીલ પણ નહોતી.

આ પણ વાંચો ;બનાસકાંઠા / આગામી સમયમાં બુથ પર તલાવાર લઈને ઊભા રહેવું પડેશે : ગેનીબેન ઠાકોર

બોરીવલી લિન્ક રોડ પર AHCL હોમ્સ નામની હાઈરાઈઝ બિલ્ડીંગ આવેલી છે. અહીં હેતવી તેની માતા અને દાદા-દાદી સાથે રહેતી હતી. શનિવારની સાંજના 4.40 વાગ્યાની આસપાસની આ ઘટના છે. બિલ્ડીંગના પરિસમાં આવેલી ઓફિસમાં કામ કરતા અને નજરે જોનારા લોકોનું કહેવું છે કે, પસાર થતા રાહદારીઓ બિલ્ડીંગ બહારની ફૂટપાથ એક જોરદાર અવાજ સાંભળ્યો. આ અવાજ શેનો હતો અને શું થયુ હતુ એનો પહેલાં ખ્યાલ આવ્યો નહીં. પછી ઘટના સ્થળે જઈને જોયુ તો એક બાળકીનો મૃતદેહ પડ્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ સોસાયટીના મેનેજમેન્ટને કરવામાં આવી હતી. જોતા એવું લાગી રહ્યું હતુ કે, જમીન પર નીચે પટકાઈ એ પહેલાં તે સાઈન બોર્ડ સાથે ટકરાઈ હશે.

આ પણ વાંચો ;ઈંડા-નોનવેજ લારીઓ હટાવવાનો AMC નો નિર્ણય / અમદાવાદમાંથી ઈંડા-નોનવેજની લારીઓ હટાવવા ટાઉનપ્લાનિંગ કમિટીનો નિર્ણય