Rajkot News: રાજકોટમાં (Rajkot) લક્ષ્મીનગર પાસે આવેલા વિવાદિત ડોક્ટર મશરૂની નિહિત બેબીકેર હોસ્પિટલમાં (Babycare Hospital) 8 મહિનાના બાળકને ડેન્ગ્યૂ થતા સારવાર માટે ખસેડાયો હતો. જોકે, રજા અપાયા બાદ ફરીથી બાળકને હોસ્પિટલમાં દાખલ કરતા બાળકનું મોત થતા બાળકના પિતાએ તબીબે બેદરકારી દાખવી હોવાના આક્ષેપ કર્યા છે. હાલ પરિવારમાં ફૂલ જેવા સંતાનના મોતથી ગમગીની ફેલાઈ છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં લક્ષ્મીનગર પાસે આવેલા બેબી કેરમાં ડેન્ગ્યુની સારવારમાં રહેલા 8 મહિનાના બાળકને રજા આપ્યા બાદ ફરી તબિયત લથડી હતી. જેથી તેને ફરીથી હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ તેનું મોત નીપજતા બાળકનાં પિતાએ એવો આક્ષેપ કર્યો હતો કે, દવાખાનામાં નર્સે ઇન્જેક્શન માર્યા બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. જેથી માલવિયાનગર પોલીસે બાળકના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવી આગળ કાર્યવાહી કરશે.
મળતી માહિતી મુજબ કોઠારિયા રોડ પર બાબરિયા કોલોની પાસેની રાધેકૃષ્ણ સોસાયટીમાં રહેતા જેત અલ્ફાઝભાઇ અંસારી નામના બાળકને ડેનગ્યૂથી ગંભીર અસર થતા સારવાર માટે ડો. હિરેન મશરૂના મિહિત કેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ તેને રજા આપી દેવાનું તબીબ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પછી નર્સે ચાર ઇન્જેક્શન આપ્યા હતા, જેથી વધુ તબિયત ખરાબ થતા બાળકનું મોત થયું હતું.
આ પણ વાંચો:નેતાન્યાહુના ઘર પર રોકેટથી હુમલો, ઈઝરાયેલી સેનાએ વળતો જવાબ આપ્યો, 100થી વધુના મોત
આ પણ વાંચો:ભાભીના પ્રેમમાં પાગલ દિયરે ભાઈને મોતને ઘાટ ઉતાર્યો
આ પણ વાંચો:સુરતમાં બાળક રમતા રમતા ચોથા માળેથી નીચે પટકાતા મોત
