hizab/ કર્ણાટકમાં હિજાબ પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટનો આજે મહત્વનો ચુકાદો

કર્ણાટક હાઇકોર્ટે હિજાબ પર મૂકેલો પ્રતિબંધ જાળવવાના આપેલા આદેશને સુપ્રીમમાં પડકારાયો કર્ણાટક સરકારે બીજી ફેબ્રુઆરી 2022ના રોજ સરકારી સ્કૂલોમાં હિજાબ પર પ્રતિબંધ મૂક્યો મુસ્લિમ યુવતીઓને હિજાબ પહેરીને પ્રવેશવાથી રોકવામાં આવતા તેઓ શિક્ષણથી વંચિત રહી જશે કર્ણાટકમાં સરકારની સ્કૂલોમાં હેડ સ્કાર્ફ કે હિજાબ પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આજે મહત્વનો ચુકાદો આપવામાં આવનાર છે.  સુપ્રીમ […]

Top Stories India
  • કર્ણાટક હાઇકોર્ટે હિજાબ પર મૂકેલો પ્રતિબંધ જાળવવાના આપેલા આદેશને સુપ્રીમમાં પડકારાયો
  • કર્ણાટક સરકારે બીજી ફેબ્રુઆરી 2022ના રોજ સરકારી સ્કૂલોમાં હિજાબ પર પ્રતિબંધ મૂક્યો
  • મુસ્લિમ યુવતીઓને હિજાબ પહેરીને પ્રવેશવાથી રોકવામાં આવતા તેઓ શિક્ષણથી વંચિત રહી જશે

કર્ણાટકમાં સરકારની સ્કૂલોમાં હેડ સ્કાર્ફ કે હિજાબ પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આજે મહત્વનો ચુકાદો આપવામાં આવનાર છે.  સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશ સવારે સાડા દસ વાગે ચુકાદો આપવાનું શરૂ કરશે. કર્ણાટક હાઇકોર્ટે 22 સપ્ટેમ્બરના રોજ સ્કૂલમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ જાળવી રાખવાના આપેલા આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.  સુપ્રીમ કોર્ટે તેની દસ દિવસ સુનાવણી કર્યા પછી ન્યાયાધીસ હેમંત ગુપ્તા અને સુધાંશુ ધુલિયા દ્વારા તેના પરના આદેશને અનામત રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ન્યાયાધીશ ગુપ્તા રવિવારે નિવૃત્ત થવાના છે અને તે પહેલા જ તેમણે આ મહત્વનો ચુકાદો આપવાનો છે. સુપ્રીમ કોર્ટમાં દલીલો દરમિયાન અરજદારોના વકીલોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ક્લાસરૂમમાં મુસ્લિમ યુવતીઓને હિજાબ પહેરીને પ્રવેશવાથી રોકવામાં આવતા તેઓ શિક્ષણથી વંચિત રહી જશે અને વર્ગમાં હાજરી નહી આપી શકે.

તેઓએ આ અંગે વિવિધ પાસાઓ દર્શાવ્યા હતા. તેમા રાજ્ય સરકારનો 5 ફેબ્રુઆરી 2022નો આદેશ હતો, જેમા સ્કૂલો અને કોલેજોમાં જાહેર સ્થળોએ હિજાબ પહેરવાના લીધે સમાનતા, પ્રતિબદ્ધતા અને જાહેર વ્યવસ્થાનો ભંગ થતો હોવાનું જણાવાયું હતુ. તેઓએ હિજાબની તુલના હિંદુઓના ઘૂંઘટ કે બિંદી તથા શીખોની પાઘડી સાથે કરી હતી. કેટલાક વકીલોની દલીલ હતી કે આ કેસ પાંચ સભ્યોની બંધારણીય બેન્ચને સુપ્રદ કરવો જોઈએ.

રાજ્ય સરકાર તરફથી હાજર થયેલા વકીલોએ કર્ણાટક સરકારના આદેશના  લીધે સર્જાયેલી ધાર્મિક તટસ્થતા અંગે દલીલ કરી હતી. તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબને સમર્થનનું આંદોલન કંઈ અચાનક જ ફાટી નીકળેલું આંદોલન ન હતુ. રાજ્યના વકીલોની દલીલ હતી કે સરકારે જો હિજાબ પર પ્રતિબંધનો આદેશ આપ્યો ન હોત તો તે તેની બંધારણીય ફરજ ચૂકી હોત.

15 માર્ચના રોજ હાઇકોર્ટે કર્ણાટકમાં ઉડુપી ખાતે સરકારની પ્રી-યુનિવર્સિટી ગર્લ્સ કોલેજમાં મુસ્લિમ વિદ્યાર્થીઓના હિસ્સાએ ક્લાસરૂમની અંદર હિજાબ પહેરવાની માંગેલી છૂટને નકારી કાઢી હતી. કોર્ટે જણાવ્યું હતું કે હિજાબ પહેરવો તે ઇસ્લામિક ધાર્મિક પ્રણાલિનો હિસ્સો નથી. રાજ્ય સરકારના 5 ફેબ્રુઆરી 2022ના ઓર્ડરને કેટલીક મુસ્લિમ યુવતીઓએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. આ ઉપરાંત આ અંગે હાઇકોર્ટે આપેલા ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં પણ ફાઇલ કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ આજે તેના પર ચુકાદો આપશે.