હત્યા/ પંજાબમાં મેચ દરમિયાન આંતરરાષ્ટ્રીય ખેલાડીને ગોળી મારીને હત્યા કરવામાં આવી,સમગ્ર પંથકમાં અરેરાટી

આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સંદીપ નાંગલ અંબિયાને ગોળી વાગતાં સ્થળ પર ઢળી પડ્યા હતા અને ચોમેર ભાગદોડ મચી જવા પામી હતી

Top Stories India

પંજાબના જાલંધરમાં સોમવારે સાંજે એક કબડ્ડી ખેલાડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કબડ્ડી ટુર્નામેન્ટ દરમિયાન અજાણ્યા શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સંદીપ નાંગલ અંબિયાને ગોળી વાગતાં સ્થળ પર ઢળી પડ્યા હતા અને ચોમેર ભાગદોડ મચી જવા પામી હતી. માહિતી મળતા જ  પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

પંજાબના પ્રખ્યાત કબડ્ડી ખેલાડી સંદીપ નાંગલ અંબિયાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના માલિયાનના નાકોદર ગામમાં કબડ્ડી કપ દરમિયાન બની હતી. સંદીપ નાંગલ કબડ્ડી કપમાં ભાગ લેવા ગયો હતો, જ્યાં કોઈ મુદ્દે યુવકો સાથે હંગામો થયો હતો અને તે દરમિયાન કેટલાક અજાણ્યા હુમલાખોરોએ તેના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ લગભગ 12 વાગ્યે સંદીપ પર ગોળીબાર કર્યો હતો જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હુમલાખોરો સ્થળ પરથી ફરાર હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને હાલ મામલાની તપાસ કરી રહી છે, પરંતુ બીજી તરફ આ ઘટનાને લઈને કબડ્ડી પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.