Viral Photo/ એવું તો શું ખાસ છે મહિન્દ્રાની આ કારમાં, કે તેની તસ્વીરો થઇ વાયરલ

21મી સદીનો યુગ એ સોશિયલ મીડિયાનો જમાનો પણ કહી શકાય છે, જ્યાં આ સોશિયલ મીડિયામાં લોકો અલગ અલગ પોસ્ટ કરતા હોય છે, જેમાંથી અનેક પોસ્ટ ખુબ વાયરલ થતી હોય છે

Tech & Auto

21મી સદીનો યુગ એ સોશિયલ મીડિયાનો જમાનો પણ કહી શકાય છે, જ્યાં આ સોશિયલ મીડિયામાં લોકો અલગ અલગ પોસ્ટ કરતા હોય છે, જેમાંથી અનેક પોસ્ટ ખુબ વાયરલ થતી હોય છે, પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં મહિન્દ્રા કંપનીની એસયુવી સ્કોર્પિયોની એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

યુઝર્સ તો આ તસ્વીરને શૅર કરતા જ હતા પરંતુ મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાનું પણ ધ્યાન આ તસવીર તરફ ખેંચાયુ હતું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરોમાં તમે જોશો કે, સ્કોર્પિયોને કોઈ ચોરી ન લે એ માટે તેને ઝાડ સાથે બાંધવામાં આવી છે. જેમ સાયકલ કે બાઈકને ચેઈનથી બાંધતા હોઈએ એવી જ રીતે આ સ્કોર્પિયોને તેના માલિકે ઝાડ સાથે બાંધી છે.

જો કે આ વાયરલ તસ્વીરો આનંદ મહિન્દ્રએ શૅર કરતા ટ્વીટ કર્યું કે, આને હાઈ ટેક લોકિંગ સિસ્ટમ કહી ન શકાય પરંતુ માલિકનો આત્મવિશ્વાસને સમજી શકાય છે. આ ફોટો જોઈને હુ કહી શકુ કે લોકડાઉનમાં હું કેવુ ફિલ કરતો હતો. આ વિકેન્ડમાં હું આ ચેઈનને તોડવાની કોશિશ કરીશ ઘણીવાર આનંદ મહિન્દ્ર કોમેડી તસવીર શૅર કરતા હોય છે જેમાંની એક આ સ્કોર્પિયો છે.