Ananya Panday Marriage Plans/  આદિત્ય રોય કપૂર સાથેના રિલેશનની અફવાઓ વચ્ચે અનન્યા પાંડેએ લગ્નને લઇ કરી વાત, કહ્યું હું હજુ પણ…

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ હાલમાં જ તેના લગ્નના પ્લાન વિશે વાત કરી છે. અભિનેત્રીનું કહેવું છે કે તેનો અત્યારે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી. 

Entertainment
Ananya Pandey Aditya Roy Kapoor

જ્યારે બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર ગયા વર્ષે કૃતિ સેનનની દિવાળી પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા, ત્યારથી  બંને કલાકારોની ડેટિંગની અફવાઓ સાંભળવા મળી રહી છે. આદિત્ય રોય કપૂર સાથેના સંબંધોની અફવાઓ વચ્ચે, અનન્યા પાંડેએ હવે તેના લગ્નના પ્લાન વિશે વાત કરી છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં અનન્યા પાંડેએ લગ્નના પ્લાન વિશે વાત કરતા કહ્યું હતું કે, તે અત્યારે ખૂબ જ નાની છે અને અત્યારે તેની લગ્ન કરવાની કોઈ યોજના નથી.

અનન્યા પાંડેના લગ્ન માટે ચાહકોએ રાહ જોવી પડશે!

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ તાજેતરમાં એક અગ્રણી સમાચાર પ્રકાશન સાથે મુલાકાત કરી છે. જ્યાં અનન્યાને તેના લગ્નની યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેત્રીએ કહ્યું કે, તે હજી ઘણી નાની છે અને અત્યારે તેની લગ્ન કરવાની કોઈ યોજના નથી. અનન્યા પાંડેના આ જવાબથી એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે આદિત્ય અને અનન્યા ના લગ્ન જોવા માટે ચાહકોને લાંબી રાહ જોવી પડશે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

અનન્યા પાંડેની આવનારી ફિલ્મો

અનન્યા પાંડેના પ્રોફેશનલ ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી હાલમાં દિલ્હીમાં આગામી ફિલ્મ ડ્રીમ ગર્લ 2 માટે શૂટિંગ કરી રહી છે. ડ્રીમ ગર્લ 2 માં અનન્યા આયુષ્માન ખુરાના સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ સિવાય અભિનેત્રી ઝોયા અખ્તરની આગામી પ્રોડક્શન ખો ગયે હમ કહાંમાં જોવા મળશે. ખો ગયે હમ કહાંમાં અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદીની જોડી જોવા મળશે. કરણ જોહરના પ્રોડક્શન હાઉસનો વેબ શો ‘કોલ મી બે’ પણ અનન્યા પાંડે ન્યૂ ફિલ્મ્સની બકેટમાં છે. અભિનેત્રીના વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો અનન્યા હાલમાં ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો:big boss ott2/બિગ બોસ ઓટીટી 2ને સંસ્કારી બનાવવાનો દાવો કરનારા સલમાન ખાન પર ઉઠી રહ્યા છે સવાલો

આ પણ વાંચો:નિધન/હિન્દી અને મરાઠી ફિલ્મના પીઢ અભિનેત્રી આશા નાડકર્ણીનું 80 વર્ષની વયે અવસાન

આ પણ વાંચો:Sanjay Mishra Giddh/સંજય મિશ્રાની ‘ગિદ્ધ’ને ઓસ્કારમાં મળી એન્ટ્રી ! એશિયા ઈન્ટરનેશનલ 2023એ ધમાલ મચાવી દીધી