sports news/ ‘6 પુરુષ અને 3 મહિલા ડૉક્ટરો સામે કપડાં ઉતારવાનું કહ્યું’: અનાયા બાંગરનો સરકારી હોસ્પિટલ અંગે ચોંકાવનારો દાવો

ભૂતપૂર્વ ક્રિકેટર અનાયા બાંગરે (Anaya Bangar) પોતાની જર્ની અંગે ચોંકાવનારો અનુભવ શેર કર્યો છે. એક મીડિયા ઇન્ટરવ્યુમાં અનાયાએ દાવો કર્યો કે દસ્તાવેજોમાં ઓળખ બદલવાની પ્રક્રિયા દરમિયાન સરકારી હોસ્પિટલમાં તેમની શારીરિક તપાસ કરવામાં આવી હતી અને અનેક ડૉક્ટરોની હાજરીમાં કપડાં ઉતારવા માટે કહેવામાં આવ્યું હતું.

Sports Trending
સરકારી હોસ્પિટલમાં તપાસ અંગે Anaya Bangarનો ચોંકાવનારો દાવો

Sports News: ભૂતપૂર્વ ક્રિકેટર આર્યન બાંગર તરીકે ઓળખાતા અને હવે અનાયા બાંગર (Anaya Bangar) તરીકે જીવન જીવી રહેલા ક્રિકેટર ફરી એકવાર પોતાના વ્યક્તિગત અનુભવોને લઈને ચર્ચામાં આવ્યા છે. અનાયાએ પોતાની જર્ની દરમિયાન સમાજ, મિત્રો અને દસ્તાવેજોમાં નામ તથા ઓળખ બદલાવતી વખતે પડેલી મુશ્કેલીઓ અંગે અનેક ખુલાસા કર્યા છે.

એક મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન અનાયા (Anaya Bangar)એ સરકારી હોસ્પિટલમાં થયેલી કથિત તપાસનો અનુભવ પણ શેર કર્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે, દસ્તાવેજોમાં નામ અને લિંગ સંબંધિત ફેરફારની પ્રક્રિયા દરમિયાન તેમને એક સરકારી હોસ્પિટલમાં તપાસ માટે જવું પડ્યું હતું. ત્યાં જે રીતે તપાસ કરવામાં આવી તે અનુભવ તેમના માટે અત્યંત અસહજ અને આઘાતજનક રહ્યો હોવાનો તેમણે દાવો કર્યો છે.

પાર્ટીમાં પણ અણગમતા અનુભવોનો દાવો

અનાયાએ પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પોતાની ઓળખ જાહેર કર્યા બાદ તેમને અનેક પ્રકારના અણગમતા અનુભવોનો સામનો કરવો પડ્યો હતો.તેમના જણાવ્યા મુજબ, એક વખત તેઓ પાર્ટીમાં હાજર હતા ત્યારે એક વયોવૃદ્ધ વ્યક્તિએ તેમના શરીરના અંગત ભાગોને જોવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય એક પ્રસંગે તેમના મિત્રએ પણ તેમની અંગત ઓળખ વિશે જાણવાનો પ્રયાસ કર્યો હોવાનો અનાયાએ દાવો કર્યો હતો.આવા અનુભવોને કારણે તેઓ પોતાને અસહજ અને બંધાયેલી સ્થિતિમાં અનુભવતા હતા. પોતાની ઓળખ અને સમાજની અપેક્ષાઓ વચ્ચેનો સંઘર્ષ તેમના માટે મુશ્કેલ સમય રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

સરકારી હોસ્પિટલની તપાસ અંગે ગંભીર દાવો

અનાયાના જણાવ્યા પ્રમાણે, દસ્તાવેજોમાં નામ અને લિંગ સંબંધિત ફેરફાર માટે જરૂરી પ્રક્રિયાના ભાગરૂપે તેમને સરકારી હોસ્પિટલમાં જવું પડ્યું હતું.તેમણે દાવો કર્યો હતો કે હોસ્પિટલમાં 6 પુરુષ અને 3 મહિલા ડૉક્ટરોનું પેનલ હાજર હતું. અનાયાના જણાવ્યા મુજબ, આ પેનલ દ્વારા તેમની ઓળખ અંગે પ્રમાણિત કરવા માટે શારીરિક તપાસ કરવામાં આવી હતી.

અનાયા (Anaya Bangar)એ એવો પણ દાવો કર્યો હતો કે તેમને પોતાના કપડાં ઉતારીને શરીર બતાવવા માટે કહેવામાં આવ્યું હતું અને અનેક લોકોની હાજરીમાં તપાસ કરવામાં આવી હતી. આ અનુભવને તેમણે અત્યંત અપમાનજનક અને અસહ્ય ગણાવ્યો હતો.આ ઘટનાને લઈને હોસ્પિટલ અથવા સંબંધિત ડૉક્ટરોનું પક્ષ આ માહિતીમાં ઉપલબ્ધ નથી.

દસ્તાવેજોમાં હજુ જૂનું નામ અને તસવીર હોવાનો દાવો

અનાયા (Anaya Bangar)એ વધુમાં જણાવ્યું હતું કે તેમની ઓળખ બદલવાની પ્રક્રિયા દરમિયાન તેમને દસ્તાવેજી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.તેમના જણાવ્યા મુજબ, હજુ પણ કેટલાક સત્તાવાર દસ્તાવેજોમાં જૂનું નામ અને જૂની તસવીર જોવા મળે છે. જેના કારણે જાહેર સ્થળોએ તેમને લોકોના સવાલો અને શંકાસ્પદ નજરનો સામનો કરવો પડે છે.આ સ્થિતિને કારણે તેમના મનમાં અસુરક્ષાની લાગણી વધી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

બહાર નીકળવામાં પણ ડર લાગતો હોવાનો ખુલાસો

અનાયાના જણાવ્યા પ્રમાણે, દસ્તાવેજોમાં જૂની ઓળખ હોવાના કારણે બહાર જતી વખતે તેમને અનેક પ્રકારની ચિંતાઓ સતાવે છે. કોઈ વ્યક્તિ દસ્તાવેજ જોઈને સવાલો કરશે અથવા કોઈ અનિચ્છનીય સ્થિતિ ઊભી થશે તેવો ભય રહે છે.આ સતત ચિંતા અને અસુરક્ષાના કારણે તેમણે બહાર જવાનું પણ ઓછું કરી દીધું હોવાનો અનાયાએ ખુલાસો કર્યો હતો.

પોતાની ઓળખ સાથે આગળ વધી રહી છે Anaya Bangar

અનાયા (Anaya Bangar)એ પોતાની જર્ની દરમિયાન પડેલા પડકારો વિશે અગાઉ પણ વાત કરી છે. પોતાની ઓળખ સ્વીકારવાથી લઈને સામાજિક સ્વીકૃતિ અને સત્તાવાર દસ્તાવેજોમાં ફેરફાર સુધીની પ્રક્રિયા તેમના માટે સરળ રહી નથી.તેમના તાજેતરના નિવેદનોએ ફરી એકવાર ટ્રાન્સ વ્યક્તિઓને દસ્તાવેજી પ્રક્રિયા દરમિયાન પડતી મુશ્કેલીઓ અને વ્યક્તિગત ગોપનીયતા સાથે જોડાયેલા સવાલોને ચર્ચામાં લાવ્યા છે.


આ પણ વાંચો:અનાયા બાંગરને વેજીનોપ્લાસ્ટી પછી થયું ઇન્ફેક્શન, કહ્યું સ્વસ્થ થવું સરળ નથી

આ પણ વાંચો:‘તેઓએ ન્યુડ ફોટા પાડ્યા…’, લિંગ પરિવર્તન કરાવનાર ભારતીય ક્રિકેટ કોચની પુત્રીએ સનસનાટીભર્યો દાવો કર્યો

આ પણ વાંચો:ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડરના પુત્રએ કર્યું જેન્ડર ચેંજ, સોશિયલ મીડિયા પર VIDEO પોસ્ટ કરીને મચાવીધૂમ