India vs England Women Match/ ઇંગ્લેન્ડે ભારતને 11 રનથી હરાવીને સેમીફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023 સિઝનમાં ભારતીય ટીમનો વિજયરથ અટકી ગયો છે. ટીમને પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે.

Top Stories Sports

England beat India   ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023 સિઝનમાં ભારતીય ટીમનો વિજયરથ અટકી ગયો છે. ટીમને પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં તેની ત્રીજી મેચ શનિવારે (18 ફેબ્રુઆરી) ઈંગ્લેન્ડ સામે રમી હતી, જેમાં તેને 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ઈંગ્લેન્ડની ટીમે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 7 વિકેટે 151 રન બનાવ્યા હતા. ટીમ માટે નતાલી સિવર-બ્રન્ટે 42 બોલમાં 50 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. જ્યારે એમી જોન્સે 27 બોલમાં 40 રન બનાવ્યા હતા. જ્યારે ટીમ ઈન્ડિયા તરફથી રેણુકા ઠાકુરે 15 રનમાં 5 વિકેટ લીધી હતી.

 

 

(England beat India)  152 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 5 વિકેટ ગુમાવીને 140 રન જ બનાવી શકી હતી. ટીમ માટે ઓપનર સ્મૃતિ મંધાનાએ 41 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય રિચા ઘોષ 34 બોલમાં 47 રન બનાવ્યા બાદ અંત સુધી અણનમ રહી, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શકી નહીં. છેલ્લી ઓવરમાં ભારતીય ટીમને જીતવા માટે 31 રનની જરૂર હતી. ત્યારબાદ કેથરિન સિવર-બ્રન્ટે પણ નો-બોલ ફેંક્યો હતો, પરંતુ ભારતને ફ્રી-હિટનો લાભ મળી શક્યો નહોતો. રિચા ઘોષે છેલ્લી ઓવરમાં 1 સિક્સ અને 4 ફોર ફટકારીને કુલ 19 રન બનાવ્યા હતા. આ રીતે ભારતીય ટીમ 11 રને મેચ હારી ગઈ હતી.

(England beat India)મેચ બાદ ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 6 પોઈન્ટ સાથે ટોપ પર છે. ઈંગ્લિશ ટીમનો નેટ રન રેટ ઘણો સારો છે. ભારતીય ટીમે હવે ગ્રુપ સ્ટેજમાં તેની છેલ્લી અને ચોથી મેચ 20 ફેબ્રુઆરીએ આયર્લેન્ડ સામે રમવાની છે.

કચ્છ/ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ધોરડોની લીધી મુલાકાત, ટ્વીટર પર વ્યક્ત કરી લાગણી