કૃષિ આંદોલન/ પોસ્ટર લગાવવા ગયેલા પોલીસકર્મી પર ખેડૂત આંદોલનકારીઓએ કર્યો હુમલો

દિલ્હીની ટીકરી બોર્ડર પર ગૂમ થયેલા ખેડૂતોનાં પોસ્ટર લગાવવા માટે ગયેલા એક પોલીસકર્મીને આંદોલનકારીઓ દ્વારા માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

India
PICTURE 4 182 પોસ્ટર લગાવવા ગયેલા પોલીસકર્મી પર ખેડૂત આંદોલનકારીઓએ કર્યો હુમલો

દિલ્હીની ટીકરી બોર્ડર પર ગૂમ થયેલા ખેડૂતોનાં પોસ્ટર લગાવવા માટે ગયેલા એક પોલીસકર્મીને આંદોલનકારીઓ દ્વારા માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બોર્ડર પર ખેડૂતો બે મહિના કરતા વધારે સમયથી આંદોલન કરી રહ્યા છે, ત્યારે પોલીકર્મી પર થયેલા હુમલાને લઈને પોલીસ તંત્ર દ્વારા હાલમાં કશું કહેવામાં આવી રહ્યુ નથી.

આપને જણાવી દઇએ કે, 26 મી જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેકટર રેલી યોજાઇ હતી. જિતેન્દ્ર રાણા નામનાં પોલીસ કોન્સ્ટેબલ ટીકરી બોર્ડર પર પોસ્ટર લગાવવા માટે ગયા હતા. ખેડૂતો દ્વારા 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેકટર રેલી યોજઇ હતી, જે રેલી દરમિયાન હિંસા બાદ ગૂમ થયા હોવાનું કહેવાય છે. આપને જણાવી દઇએ કે, પોલીસ કર્મી જ્યારે પોસ્ટર લગાવવા ગયો હતો ત્યારે તેણે સાદા કપડા પહેર્યા હતા. જેના કારણે ખેડૂતોને પોલીસકર્મીની હરકતો પર શંકા જતા તેમણે પૂછપરછ કરી હતી. આ જોઈને પોલીસ કોન્સ્ટેબલ થોડો ગભરાઇ ગયો હતો. જેના પગલે ખેડૂતોની શંકા પ્રબળ બની હતી અને ખેડૂતોને લાગ્યુ હતુ કે, ખેડૂત આંદોલનમાં વિઘ્ન ઉભુ કરવા માટે કોઈએ આ વ્યક્તિને મોકલ્યો છે.

ત્યારબાદ ખેડૂતોએ તેના પર હુમલો કર્યો હતો અને તેની સાથે મારામારી કરી હતી. જેના કારણે પોલીસ કોન્સ્ટેબલનાં માથા પર ઈજા પહોંચી હતી. જો કે નજીકમાં તૈનાત દિલ્હી પોલીસનાં બીજા જવાનોને આ બાબતની જાણકારી મળતા તેઓ દોડી આવ્યા હતા અને પોલીસ કોન્સ્ટેબલને છોડાવ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ