Bizarre News : ઘણી વખત નામને લઈને મૂંઝવણ થાય છે. એવું ઘણી વખત બને છે કે કોઈને કોઈ બીજાના નામથી બોલાવવામાં આવે છે. જોકે, ફિલિપાઈન્સના બાગુયો શહેરના એક પુરુષને શારીરિક સંબંધ બાંધતી વખતે પત્નીને બદલે અન્ય મહિલાનું નામ લેવું ભારે પડ્યું છે. પત્નીએ પતિનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો.
થોડા દિવસો પહેલા પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધો બનાવી રહ્યા હતા. આ દરમિયાન પતિએ બીજી મહિલાનું નામ લેવાનું શરૂ કર્યું. તેનાથી પત્ની એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે બદલો લેવાનું પ્લાનિંગ કરવાનું શરૂ કરી દીધું. પતિ ઊંઘી ગયા બાદ 55 વર્ષની પત્નીએ છરી લઈને પતિના પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો.
પ્રાઈવેટ પાર્ટ કપાઈ જવાને કારણે તે વ્યક્તિ દર્દથી કંપી રહ્યો હતો. પાડોશીઓ તેની મદદે આવ્યા અને તેને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં તબીબોએ પ્રાઈવેટ પાર્ટને ફરીથી જોડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ સફળ ન થયા. પોલીસને આ ઘટનાની માહિતી મળી અને ઘટનાસ્થળે પહોંચીને તેણે કાપેલા ભાગ અને વપરાયેલી છરી કબજે કરી લીધી.
પોલીસે જણાવ્યું કે પીડિતાની પત્નીએ ભાગવાનો પ્રયાસ કર્યો ન હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પત્નીએ ઈર્ષ્યાથી આવું કર્યું કારણ કે તેના પતિના ઘણી મહિલાઓ સાથે સંબંધો હતા. શારીરિક સંબંધ બાંધતી વખતે તે અન્ય મહિલાના નામથી બોલાવતો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન, મહિલાએ પોતાનો ગુનો કબૂલ કર્યો અને કહ્યું કે તે દારૂના નશામાં હતી પરંતુ તે શું કરી રહી હતી તેની તેને જાણ હતી. પત્નીએ કહ્યું કે મારા પતિએ પોતાની ભૂલ સાબિત કરવાની જરૂર નથી. તેણે ભૂલ કરી અને પછી તે તેને નકારી રહ્યો હતો.
આ પણ વાંચો:IMDની આગાહી : મહારાષ્ટ્ર અને બિહારમાં આવશે વાવાઝોડું, આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ
આ પણ વાંચો:તિરુપતિ જતી બસની ટ્રક સાથે ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, 9ના મોત, 15 થી વધુ ઘાયલ
આ પણ વાંચો: ભણવું તો પડશે….ભણ્યા વિના વકીલ કેવી રીતે બનશો? CJIએ લોના વિદ્યાર્થીઓને સલાહ આપી