Not Set/ અંકલેશ્વર ગોયાબજાર વિશા ફળીયામાં 2 માળનું મકાન કાટમાળ ફેરવાયું, કોઈ જાનહાની નહીં

અંકલેશ્વર. 22 જુલાઈ 2018.   અંકલેશ્વરના ગોયા બજારના વિશા ફળિયામાં વરસાદનાં પગલે 2 માળનું મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે ગોયા બજાર વિસ્તારમાં જર્જરિત મકાનોના ધરાશાયી થતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. મહત્વનું છે કે પાલિકા દ્વારા 140 જેટલા મકાનોને ઉતારી પાડવા માટે નોટીસ પાઠવવામાં આવી હતી. બનેલી ઘટના જોતા […]

Top Stories Gujarat Surat

અંકલેશ્વર.

22 જુલાઈ 2018.

 

અંકલેશ્વરના ગોયા બજારના વિશા ફળિયામાં વરસાદનાં પગલે 2 માળનું મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે ગોયા બજાર વિસ્તારમાં જર્જરિત મકાનોના ધરાશાયી થતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. મહત્વનું છે કે પાલિકા દ્વારા 140 જેટલા મકાનોને ઉતારી પાડવા માટે નોટીસ પાઠવવામાં આવી હતી. બનેલી ઘટના જોતા આગામી દિવસો અન્ય કોઈ મકાન ન તૂટી પડે તે માટે પાલિકા દ્વારા જર્જરિત મકાન ધારકોને વધુ જોખમી મકાનો ઉતારી લેવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અંકલેશ્વર ગોયાબજાર વિશા ફળીયામાં 2 માળનું મકાન કાટમાળ ફેરવાયું ગયું હતું. રાત્રીના 12 :30 કલાકે અચાનક મકાન દીવાલ ધરાશાય થઇ હતી. ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ. ભારે વરસાદના ટકી રહેનાર મકાન ધીમી ધારના વરસાદમાં મકાન ધરાશાય થયું હતું. પાલિકા દ્વારા 140 જેટલા મકાન ધારકો મકાન ઉતારવા નોટીસ પાઠવી છે. વરસાદમાં 2 વર્ષ બાદ મકાન ધરાશાય થવાની ઘટના બની હતી.

અંકલેશ્વર પંથકમાં વરસાદને લઇ મકાન ધરાશાય થવાની બીજી ઘટના પ્રકાશમાં આવી છે. બે વર્ષ પહેલા ગ્રામ્ય વિસ્તારમાં નવા હરિપુરા ગામે મકાનની દીવાલ તૂટી પડતા પતિ-પત્ની દબાય ગયા હતા તેમના બાળકોનો આબાદ બચાવ થયું હતું. જે ઘટના બાદ અંકલેશ્વર શહેરમાં 2 વર્ષ બાદ મકાન ધરાશાય થવાની આ ઘટના સામે આવી છે.

ગત રાત્રીના અંકલેશ્વર ગોયાબજાર વિસ્તારના વિશાફળીયામાં જયેન્દ્રભાઈ ઉપાધ્યાયના મકાનની દીવાલ અચાનક ધરાશાય થઇ ગઈ હતી. ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.

મકાન માલિક તેમજ તેમનું પરિવાર સુરક્ષિત રીતે બચી ગયું હતું. બનાવની જાણ પાલિકા વિભાગને થતા ટીમ ઘટના સ્થળે દોડી આવી જરૂરી કાટમાળ દૂર કર્યો હતો.

પાલિકા દ્વારા ચાલુ વર્ષે શહેર વિસ્તારમાં દોઢ માસના સર્વ બાદ 140 જેટલા મકાન ઘરાકોને પોતાના જર્જરિત મકાન ઉતારી લેવા નોટીસ પાઠવી છે. જે વચ્ચે બનેલી ઘટના જોતા આગામી દિવસો અન્ય કોઈ મકાન ના તૂટી પડે તે માટે પાલિકા દ્વારા જર્જરિત મકાનધારકોને વધુ જોખમી મકાનો ઉતારી લેવા કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.