Business News: અમેરિકામાં સોલર પાવર કરાર માટે લાંચ અને રોકાણકારો સાથે છેતરપિંડીના આરોપ પછી ગૌતમ અદાણી(Gautam Adani) અને અદાણી ગ્રુપની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે આંધ્ર પ્રદેશ(Andhra Pradesh) અદાણી ગ્રુપ સાથે સંકળાયેલ પાવર સપ્લાઈ કરારને રદ કરી શકે છે. આ માટે સરકાર ફાઈલોની સમીક્ષા કરી રહી છે. એક અહેવાલામાં આ માહિતી આપવામાં આવી છે.
શું છે મામલો
રાજ્યના નાણાં મંત્રી પ્પયાવુલા કેશવે સોમવારે એક અહેવાલમાં જાણવામાં આવ્યું હતું કે, આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ની રાજ્ય સરકાર પહેલાંના વહીવટની બધી આંતરિક ફાઈલોને ચેક કરી હતી,જેના દ્રારા આરોપ લગાવવામાં આવ્યાં હતાં. કેશવે કહ્યું કે અમે એ પણ તપાસ કરીશું કે આગળ શું કરી શકીએ છીએ, જેમ કરાર રદ કરવાની સંભાવના છે… રાજય સરકાર આ મુદ્દાને વિગતવાર વિચારણા કરી રહી છે.
શું છે સમ્રગ મામલો
અમેરિકન અધિકારીઓએ ગૌતમ અદાણી(Gautam Adani) અને સાત અન્ય પર 2021 અને 2022 ની વચ્ચે ઓડિશા, તમિલનાડુ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને જમ્મુ-કશ્મીરની સાથે સંઘીય ક્ષેત્રમાં સોલર એનર્જી કરાર મેળવવા માટે કેટલાક ભારતીય સરકારી અધિકારીઓને 265 મિલિયન ડોલરની લાંચ આપવવાનો આરોપ લગાવવામં આવ્યો છે. અમેરિકા ન્યાય વિભાગને દેશના બીજા નંબરે આવતાં સૌથી અમીર વ્યકિત અદાણી અને તેમનો ભત્રીજો સાગર અદાણી(Sagar Adani) સહિત સાત અન્ય પર બજારનાં ભાવથી મોંઘી સોલર એનર્જી ખરીદવાં માટે આંધ્રપ્રદેશ (Andhra Pradesh) અને ઓડિશા (Odisha)ના અધિકારીઓને લાંચ આપવાનો આરોપ લગાવ્યો છે. જો કે, હવે આમાં અધિકારીઓના નામનાં ખુલાસા કરવામાં આવ્યા નથી.
આરોપ છે કે આંધ્રપ્રદેશની (Andhra Pradesh) રાજય સરકારના એક અધિકારીને 25 લાખ રૂપિયા પ્રતિ મેગાવોટની ચુકવણી કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજ્યથી 7,000 મેગાવોટ સોલર એનર્જી ખરીદવા માટે સંમત થયાં હતા. અદાણી ગ્રુપે આ બધાં આરોપોને નકારી કાઢ્યા છે અને તેને આધારહિન ગણાવ્યા છે. અને ત્યાં આંધ્રપ્રદેશની પાછલી સતારુઢ પાર્ટી વાઈએસઆર કોંગ્રેસ(Congress) પાર્ટીના પાછળના સપ્તાહમાં કોઈ પણ ખોટાં કામથી ઈનકાર કર્યો હતો. અને અહિંયા ફ્રાંસીસી તેલ પ્રમુખ ટોટલ એનર્જીને સોમવારે અદાણી ગ્રુપમાં રોકાણ અટકાવી દીધું હતું. જણાવી દઈએ કે ટોટલ એનર્જીની અદાણી ગ્રીનમાં 20 ટકાની ભાગીદારી છે.
ચંદ્રબાબુ નાયડુ(Chandrababu-Naydu) એ પણ નારાજગી વ્યકત…
જણાવી દઈએ કે, ગયા શુક્રવારે આંધ્રપ્રદેશનાં (Andhra Pradesh) મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુ (Chandrababu-Naydu)એ કહ્યું કે, રાજ્ય સરકારની પાસે અગાઉની વાઈએસઆરસીપી સરકાર અને અદાણી ગ્રુપ સાથે લાંચ કૌભાંડ સંબધિત યુએસમાં દાખલ કરાયેલ ‘ચાર્જશીટ રીપોર્ટ’ છે. તેમણે ગેરરીતેઓ સામે પગલાં લેવાનું ‘વાયદો ‘કર્યો હતો. નાયડુએ જણાવ્યું હતું કે વાયએસઆરપી સરકાર અને અદાણી ગ્રુપના આરોપોએ દક્ષિણ રાજ્યની પ્રતિષ્ઠા અને તેની બ્રાન્ડ ઈમેજને નુકસાન પહોંચાડ્યું છે અને તેને ખુબ જ દુ:ખદ ઘટના ગણાવી છે.
આ પણ વાંચો:અદાણી ગ્રુપે સોલાર મેન્યુફેકચરિંગ બિઝનેસ માટે ચીનમાંથી 30 એન્જિનિયર લાવવા સરકાર પાસે મંજૂરી માંગી
આ પણ વાંચો:શું હિંડનબર્ગના રિપોર્ટની આજે અદાણી ગ્રુપના શેરો પર થઈ કોઈ અસર, જાણો સ્થિતિ
આ પણ વાંચો:ગુજરાત ટાઇટન્સને અદાણી ગ્રુપ અને ટોરેન્ટ ગ્રુપ વચ્ચે હોડ…