Hindenburt Report-Adani Group: હિંડનબર્ગના નવા રિપોર્ટ બાદ હવે અદાણી ગ્રુપના શેર શરૂઆતના આંચકામાંથી રિકવર થતા જણાય છે. અદાણી પાવર 9 ટકાથી વધુ ઘટ્યા બાદ હવે માત્ર 1.47 ટકાના નુકસાન સાથે રૂ. 685.20 પર ટ્રેડ કરી રહ્યો છે. લગભગ બે-ત્રણ વાગ્યે, અદાણી વિલ્મર પણ 3.69% ડાઉન હતો. શરૂઆતમાં તેમાં 6 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. અદાણી ગ્રૂપનો બેન્ચમાર્ક સ્ટોક અદાણી એન્ટરપ્રાઇઝિસ હવે માત્ર 1.81% નીચે છે. અદાણી ટોટલ ગેસ 4 ટકાથી વધુ ઘટ્યો છે. અદાણી પોર્ટમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સમાં પણ લગભગ 3.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. NDTVમાં 2 ટકા અને ACCમાં લગભગ એક ટકાનો ઘટાડો છે. અદાણી ગ્રીન એનર્જી હવે એક ટકા અને અંબુજા સિમેન્ટ પણ 1.33 ટકા વધીને ટ્રેડ કરી રહી છે.
સવારની સ્થિતિ
હિંડનબર્ગના નવા અહેવાલે અદાણી ગ્રુપના શેરોમાં હલચલ મચાવી દીધી છે. શરૂઆતના વેપારમાં અદાણી પાવર 9 ટકાથી વધુ ઘટ્યો હતો. અદાણી વિલ્મરમાં 6 ટકાથી વધુનો ઘટાડો છે. તે જ સમયે, અદાણી ગ્રૂપના બેન્ચમાર્ક સ્ટોક અદાણી એન્ટરપ્રાઈઝમાં પણ 3.17 ટકાનો ઘટાડો થયો છે. અદાણી ટોટલ ગેસ 7 ટકાથી વધુ ઘટ્યો છે. અદાણી એનર્જી સોલ્યુશન્સમાં પણ લગભગ સાડા ચાર ટકાનો ઘટાડો છે. ACCમાં 1.83 ટકા અને અંબુજા સિમેન્ટમાં 1.54 ટકાનો ઘટાડો છે. અદાણી ગ્રીન એનર્જી 3.61% ઘટી છે. પરિણામે, રોકાણકારોને આશરે રૂ. 53,000 કરોડનું નુકસાન થયું હતું અને અદાણી જૂથની 10 કંપનીઓનું સંયુક્ત માર્કેટ કેપ ઘટીને રૂ. 16.7 લાખ કરોડ થયું હતું.
![]()
શરૂઆતના વેપારમાં સેન્સેક્સ માત્ર 229 પોઈન્ટ ઘટીને 79476 પર હતો. જ્યારે નિફ્ટી 91 પોઈન્ટના ઘટાડા સાથે 24276 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. નિફ્ટીના ટોપ લૂઝર્સમાં અદાણી એન્ટરપ્રાઇઝ 2.65% ઘટીને રૂ. 3102.95 પર હતો. એનટીપીસીમાં 1.92%નો ઘટાડો નોંધાયો હતો. જ્યારે, અદાણી પોર્ટ્સ 1.81% ઘટીને રૂ. 1506 પર આવી ગયો હતો.
જણાવી દઈએ કે, અદાણી ગ્રુપને ગત વખતે કોર્નર કર્યા બાદ આ વખતે તેણે સીધું જ માર્કેટ રેગ્યુલેટર સેબીને ઘેર્યું છે. હિંડનબર્ગમાં વળતો પ્રહાર કરતી વખતે, માધાબી બુચે કહ્યું કે ભારતમાં વિવિધ નિયમનકારી ઉલ્લંઘનો માટે હિન્ડેનબર્ગને કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી છે પરંતુ તેનો જવાબ આપવાને બદલે, કંપનીએ સેબીની વિશ્વસનીયતા પર હુમલો કર્યો છે. સેબીએ પણ એક નિવેદન જારી કરીને આરોપોને ફગાવી દીધા હતા.
![]()
માધાબી બુચે એમ પણ કહ્યું હતું કે તે કમનસીબ છે કે હિંડનબર્ગ રિસર્ચ, જેની સામે સેબીએ અમલીકરણ પગલાં લીધા છે અને કારણ બતાવો નોટિસ જારી કરી છે, તેણે જવાબ આપવાને બદલે ચારિત્ર્ય હત્યાનો પ્રયાસ કરવાનું પસંદ કર્યું છે.
![]()
અગાઉ પણ હતો આરોપ
24 જાન્યુઆરી, 2023ના રોજ, હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર શેરની હેરફેર અને ઓડિટીંગ કૌભાંડનો આરોપ મૂક્યો હતો અને તેને કોર્પોરેટ ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું. હિંડનબર્ગે આ અહેવાલ એવા સમયે બહાર પાડ્યો હતો જ્યારે અદાણી ગ્રૂપ અદાણી એન્ટરપ્રાઈઝ રિટેલ વેચાણ માટે રૂ. 20 હજાર કરોડના શેર ઈશ્યુ કરવા જઈ રહ્યું હતું. રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપની લગભગ તમામ કંપનીઓના શેરમાં ભૂકંપ આવી ગયો હતો. જોકે, બાદમાં સેબીએ તેમને ક્લીનચીટ આપી હતી.
આ પણ વાંચો: હિંડનબર્ગ રિપોર્ટ બાદ શેરબજારમાં કડાકો
આ પણ વાંચો: કેવી રીતે તૈયાર થયા છે હિંડનબર્ગ રિપોર્ટ? જાણો તેના માલિક નાથન એન્ડરસનની કહાની
આ પણ વાંચો: ભારત હવે આ ક્ષેત્રમાં પછાડશે ચીનને… બનશે નંબર 1 દેશ
