Entertainment News: શાહરૂખ ખાન, આમિર ખાન અને સલમાન ખાન જેવા મોટા કલાકારોની ફિલ્મો વર્ષ 2024માં રિલીઝ થઈ નથી. જો કે આ પછી પણ 2024 બોલિવૂડ માટે ઘણું સારું રહ્યું. આ વર્ષે ઘણી શાનદાર ફિલ્મો સિનેમાઘરોમાં આવી, પરંતુ ક્યાંકને ક્યાંક સાઉથની ફિલ્મો ફરી બોલિવૂડ પર પ્રભુત્વ જમાવતી જોવા મળી. દક્ષિણની કેટલીક ફિલ્મોએ (South Indian Films) 2024માં બોક્સ ઓફિસ (Box Office) પર ધૂમ મચાવી હતી અને IMDb પર પણ જબરદસ્ત રેટિંગ પ્રાપ્ત કર્યું હતું.
મહારાજા- મહારાજા IMDb ની 2024ની શ્રેષ્ઠ ભારતીય ફિલ્મની યાદીમાં પ્રથમ ક્રમે છે. આ ફિલ્મે બોક્સ ઓફિસથી OTT પ્લેટફોર્મ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ દિવસોમાં આ ફિલ્મ ચીનમાં દર્શકોનું મનોરંજન કરી રહી છે.

મેયાઝગાન– જાણીતા તમિલ ફિલ્મ અભિનેતા કાર્તિની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ‘મેયાઝગન’ પણ ઓછી સફળ રહી ન હતી. પ્રેક્ષકોની પ્રશંસા મેળવ્યા બાદ આ ફિલ્મ OTT પર રિલીઝ કરવામાં આવી હતી અને Netflix પર તેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. IMDb એ તેને વર્ષ 2024 ની શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં બીજા સ્થાને રાખ્યું અને તેને 10 માંથી 8.4 રેટિંગ આપ્યું.

મંજુમ્મેલ બોયઝ– આ યાદીમાં ત્રીજા નંબરે મંજુમ્મેલ બોયઝ છે, જે સર્વાઈવલ થ્રિલર છે. 2006માં તમિલનાડુના કોડાઈકેનાલમાં બનેલી વાસ્તવિક ઘટનાથી પ્રેરિત આ ફિલ્મને IMDb પર 10માંથી 8.2 રેટિંગ મળ્યું છે અને આ સાથે તે 2024ની શ્રેષ્ઠ ભારતીય ફિલ્મની યાદીમાં ત્રીજા નંબરે છે.

અવેશમ – સાઉથ એક્ટર ફહાદ ફાસીલની ફિલ્મ ‘અવેશમ’ વર્ષ 2024માં પણ ઓછી સફળ રહી ન હતી. આ ફિલ્મે વર્ષ 2024માં જોરદાર કમાણી કરી હતી. આ સાથે તેને IMDbની શ્રેષ્ઠ ફિલ્મની યાદીમાં સામેલ કરવામાં આવી હતી.

વાઝાઈ– મારી સેલ્વરાજની ફિલ્મ ‘વાઝાઈ’ પણ આ વર્ષે ખૂબ ચર્ચામાં રહી હતી. મુખ્ય ભૂમિકામાં નિખલી વિમલને ચમકાવતી આ ફિલ્મને તેના મનોરંજક વર્ણન અને પ્રભાવશાળી અભિનય માટે ખૂબ વખાણવામાં આવી હતી.

IMDb પર, આ ફિલ્મ 7.8 રેટિંગ સાથે 2024 ની શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં પાંચમા નંબરે છે.
આ પણ વાંચો:દિલ જીતનારી ફિલ્મો જે કમાણી કરવામાં રહી બોક્સ ઓફિસ પર સફળ
આ પણ વાંચો:ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બિઝનેસ જગતના કેટલાક પ્રખ્યાત લગ્નો રહ્યાં ચર્ચામાં
