Loksabha Election 2024/ કોંગ્રેસને વધુ એક ફટકો, બોક્સર વિજેન્દ્ર સિંહ ભાજપમાં થયા સામેલ, હરિયાણાના નારાજ જાટોને મનાવવા પ્રયાસ

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી એકવાર ઝટકો લાગ્યો છે. બોક્સર વિજેન્દ્ર સિંહ હવે કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે. અત્યાર સુધી તેઓ કોંગ્રેસના સભ્ય હતા અને ચૂંટણી પણ લડી ચૂક્યા છે

Top Stories India
Beginners guide to 2024 04 03T152545.087 કોંગ્રેસને વધુ એક ફટકો, બોક્સર વિજેન્દ્ર સિંહ ભાજપમાં થયા સામેલ, હરિયાણાના નારાજ જાટોને મનાવવા પ્રયાસ

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી એકવાર ઝટકો લાગ્યો છે. બોક્સર વિજેન્દ્ર સિંહ હવે કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે. અત્યાર સુધી તેઓ કોંગ્રેસના સભ્ય હતા અને ચૂંટણી પણ લડી ચૂક્યા છે. વિજેન્દર સિંહ ભાજપમાં જોડાવાથી પાર્ટીને દિલ્હીથી હરિયાણા સુધી લાભની અપેક્ષા છે. તે હરિયાણાના ભિવાનીનો રહેવાસી છે અને જાટ સમુદાયમાંથી આવે છે. આવી સ્થિતિમાં ભાજપ સામે જાટોની નારાજગી અંગે ચાલી રહેલી ચર્ચાઓને નિપટવામાં પાર્ટીને મદદ મળવાની આશા છે. વિજેન્દર સિંહ 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસમાં જોડાયા હતા અને દક્ષિણ દિલ્હી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપે પૂર્વ દિલ્હીમાં ક્રિકેટર ગૌતમ ગંભીરને ટિકિટ આપી હતી ત્યારે કોંગ્રેસે દક્ષિણ દિલ્હીથી બોક્સર વિજેન્દ્રસિંહને મેદાનમાં ઉતાર્યા હતા. બોક્સર વિજેન્દ્રસિંહે 2008માં પ્રથમ વખત બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ભારતને ગૌરવ અપાવ્યું હતું. વિજેતા થયા બાદ વિજેન્દ્રસિંહ લાઈમ લાઈટમાં આવ્યા હતા. ત્યારબાદ 2009 વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 2010 કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ તેમજ 2006 અને 2014 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ પણ જીત્યા હતા.

વિજેન્દર સિંહનો જન્મ 29 ઓક્ટોબર 1985ના રોજ હરિયાણાના જાટ પરિવારમાં થયો છે. પિતા મહિપાલ સિંહ બેનીવાલ એક બસ ડ્રાઇવર છે જ્યારે માતા ગૃહિણી છે. બોક્સર વિજેન્દરે પ્રાથમિક શિક્ષણ કાલુવાસમાં કર્યું જ્યારે માધ્યમિક શિક્ષણ ભિવાનીમાં કર્યું. અને ભિવાનીની વૈશ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. વિજેન્દરે સિંઘે 2011માં અર્ચના સિંઘ સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો પણ છે. મોટાભાઈ મનોજની પ્રેરણાથી વિજેન્દર સિંહે બોક્સિંગમાં કારર્કિદી બનાવી. બોક્સિંગમાં સફળતા મેળવ્યા બાદ વિજેન્દર સિંઘે રાજકારણમાં પણ ઝંપલાવ્યું. તેઓ એક સક્રિય રાજકારણી છે. કોંગ્રેસમાં રાજકીય કારર્કિદીની શરૂઆત કર્યા બાદ આજે તેઓ ભાજપમાં જોડાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:UPSC/યુપીએસસીએ એનડીએ અને નેવલ એકેડેમી પરીક્ષાના પરિણામોની જાહેરાત કરી

આ પણ વાંચો: Pregnancy Test/બાવળામાં ગર્ભપરીક્ષણ કરતાં સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડોક્ટર પકડાયા

આ પણ વાંચો: Gujarat University News/ચાર વર્ષના વિલંબ પછી ગુજરાત યુનિ. NAAC માન્યતા પ્રાપ્તિ માટે અરજી કરશે