Mumbai News/ સલમાન ખાનની સુરક્ષામાં વધુ એક ચૂંક, બે દિવસમાં બે શખ્સે Y+ સિક્યોરિટી ભેદી, મહિલા સહિત બે ઝડપાયા

એક પુરુષ અને એક મહિલાની ગેરકાયદે ઘૂસણખોરી મામલે ધરપકડ કરવામાં આવી

Mumbai News India

Mumbai News : સલમાન ખાનની સુરક્ષામાં વધુ એક મોટી ચૂંક બહાર આવી છે. સલમાન ખાનને અનેક વખત જાનથી મારલૃવાની ધમકીઓ મળી છે. જેને પગલે તેનીસુરક્ષાને ધ્યાનમાં રાખી એક્ટરને Y+ સિક્યોરિટી આપવામાં આવી છે. આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે બે દિવસમાં બે વ્યક્તિએ સલમાનની Y+ સિક્યોરિટી ભેદી છે. એક પુરુષ અને એક મહિલાની ગેરકાયદે ઘૂસણખોરી મામલે ધરપકડ કરવામાં આવી હતી.હાલમાં પોલીસ આરોપીઓની પુછપરછ કરી રહી છે.

એક્ટર મુંબઈના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં તેના પરિવાર સાથે રહે છે. મુંબઈ પોલીસે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઘૂસનારી બે વ્યક્તિ સામે અલગ-અલગ કેસ નોંધ્યા હતા. પોલીસની નજીકના સૂત્રએ જણાવ્યું કે પોલીસે પહેલા છત્તીસગઢની એક વ્યક્તિ જિતેન્દ્ર કુમાર સિંહ સામે 20 મેના રોજ બોલિવૂડ સુપરસ્ટારને મળવાના પ્રયાસમાં બિલ્ડિંગમાં પ્રવેશ કરવા બદલ કેસ નોંધ્યો હતો.બીજો કેસ 21 મેના રોજ બન્યો હતો. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ઈશા છાબરા નામની એક મહિલાએ સુરક્ષાથી છુપાઈને એપાર્ટમેન્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

તે રાત્રે 3:30 વાગ્યે બિલ્ડિંગની લિફ્ટ પર પહોંચી. સુરક્ષા ગાર્ડે મહિલાને પકડી લીધી અને બાંદ્રા પોલીસને સોંપી દીધી. આ મામલે પણ તપાસ ચાલી રહી છે.20 મેએ છત્તીસગઢના જિતેન્દ્ર કુમારે ઘૂસવાનો પ્રચાસ કર્યો મુંબઈ પોલીસે સલમાન ખાનના ઘરમાં બળજબરીથી ઘૂસનારી એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ ઘટના 20 મેના રોજ બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, છત્તીસગઢનો રહેવાસી 23 વર્ષીય જિતેન્દ્ર કુમાર 20 મેના રોજ સાંજે 7.15 વાગ્યે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યો હતો. સુરક્ષાથી બચવા માટે તે કારની પાછળ છુપાઈને એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યો હતો. તે સલમાન ખાનને મળવા ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યો હતો.

તેણે બિલ્ડિંગમાં રહેતી એક વ્યક્તિની કાર પાછળ છુપાઈને બિલ્ડિંગમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષાકર્મચારીઓએ તેને પકડી લીધો હતો. સલમાનને Y+ સુરક્ષા આપવામાં આવી છે. આ જાણવા છતાં યુવકે પોલીસ અને સુરક્ષાકર્મચારીઓની સૂચનાઓને અવગણી અને નિયમોનું ઉલ્લંઘન કર્યું, ત્યાર બાદ તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, તેની સામે BNSની કલમ 329(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે કેસ નોંધ્યો પોલીસ આ સંદર્ભમાં BNSની કલમ 329(1) હેઠળ કેસ નોંધ્યો છે. ગેલેક્સી એપાર્ટમેન્ટ્સમાં સલમાન ખાનની સુરક્ષા માટે તહેનાત પોલીસ અધિકારીએ બાંદ્રા પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે 20 મેના રોજ સવારે લગભગ 9:45 વાગ્યે એક અજાણી વ્યક્તિ ગેલેક્સી એપાર્ટમેન્ટ બિલ્ડિંગની આસપાસ ફરતી જોવા મળી હતી. પછી મેં તેને સમજાવ્યું અને ત્યાંથી ચાલ્યા જવા માટે કહ્યું. આ ઘટના પછી તે વ્યક્તિ ગુસ્સે થઈ ગઈ અને તેણે પોતાનો મોબાઈલ ફોન જમીન પર ફેંકી દીધો અને તોડી નાખ્યો.

પછી સાંજે લગભગ 7:15 વાગ્યે તે જ અજાણ્યો શખસ ગેલેક્સી એપાર્ટમેન્ટના મેઈન ગેટ પર પાછો આવ્યો અને બિલ્ડિંગમાં રહેતી એક વ્યક્તિની કારની પાછળ સંતાઈ પ્રવેશ કર્યો. એ જ સમયે સ્થળ પર હાજર પોલીસ કોન્સ્ટેબલ અને સુરક્ષા ગાર્ડે તાત્કાલિક તેને કસ્ટડીમાં લીધો અને બાંદ્રા પોલીસને સોંપી દીધો.

ગયા વર્ષે સલમાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું ગયા વર્ષે (14 એપ્રિલ) સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાંદ્રામાં સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે બે બાઇકસવારોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ બાદ ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસ માટે પહોંચી હતી. ફાયરિંગ થયું ત્યારે સલમાન તેમના ઘરે જ હતો. ખાનને લોરેન્સ બિશ્નોઈ-ગોલ્ડી ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.સલમાનની સુરક્ષા વધારવામાં આવી હતી આ ઘટના બાદ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ સલમાન ખાન સાથે ફોન પર વાત કરી હતી. શિંદેએ મુંબઈ પોલીસ કમિશનર સાથે પણ વાત કરી અને તેમને સલમાનની સુરક્ષા વધારવા માટે કહ્યું હતું. ત્યારથી સલમાનના ઘરની લોખંડી સુરક્ષા બંદોબસ્ત રહે છે.

7.8 બોરની બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું મુંબઈ પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે જે બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું એ 7.6 બોરની બંદૂક હતી. ફોરેન્સિક એક્સપર્ટને લાઈવ બુલેટ મળી હતી. પોલીસે બંને આરોપીની બાઇક કબજે કરી હતી.આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગ્રુપે લીધી હતી આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગ્રુપે લીધી હતી. ટીમના સભ્ય અનમોલ બિશ્નોઈએ એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં લખ્યું છે કે ભવિષ્યમાં પણ સલમાન પર આવો હુમલો થઈ શકે છે. જોકે પોલીસ દ્વારા આ પોસ્ટની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

‘ભગવાને જેટલી ઉંમર લખી હશે એટલું જીવીશું’ સલમાન ખાને તાજેતરમાં લોરેન્સ ગેંગ તરફથી સતત મળી રહેલી ધમકીઓ પર પહેલીવાર મૌન તોડ્યું. ફિલ્મ ‘સિકંદર’ ની પ્રેસ મીટમાં એક્ટરે કહ્યું હતું કે જ્યાં સુધી ભગવાને જેટલી ઉંમર લખી હશે એટલું જીવીશું. વધેલી સુરક્ષા અંગે સલમાને કહ્યું- ક્યારેક આટલા બધા લોકોને સાથે લઈ ચાલવું મુશ્કેલ બની જાય છે.

ધમકી બાદ Y+ સુરક્ષા મળી, 11 સૈનિકો સાથે જ રહે છે અગાઉ મહારાષ્ટ્ર પોલીસના કર્મચારીઓ સલમાન સાથે રહેતા હતા, પરંતુ ધમકીઓ મળ્યા બાદ તેને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. આ સુરક્ષા વર્તુળમાં 11 સૈનિક આખો દિવસ સલમાન સાથે રહે છે, જેમાં એક કે બે કમાન્ડો અને 2 પીએસઓ પણ સામેલ છે. સલમાનના વાહનને આગળ અને પાછળ રાખવા માટે હંમેશાં બે વાહન હોય છે. આ સાથે સલમાનની કાર પણ સંપૂર્ણપણે બુલેટપ્રૂફ છે.શિવસેનાના પ્રવક્તા આનંદ દુબેએ જણાવ્યું હતું કે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, કાયદો અને વ્યવસ્થા નબળી પડી છે, સરકારે સંજ્ઞાન લેવું જોઈએ. ગુનેગારો નિર્ભયપણે ફરતા હોય છે.

આ પહેલાં કેટલીવાર ધમકીઓ મળી છે?

જૂન 2022માં જ્યારે સલમાનના પિતા સલીમ ખાન, જે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા, ઘરે પાછા ફર્યા, ત્યારે તેમને એક અજાણ્યો પત્ર મળ્યો, જેમાં તેમને અને સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં લખ્યું હતું – ‘સલમાન ખાન તમારી હાલત મૂસેવાલા જેવી કરી દેવામાં આવશે.’ આ પછી સલીમ ખાને પોતાના સુરક્ષાકર્મીઓની મદદથી પોલીસનો સંપર્ક કર્યો અને આ અંગે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો.

ગત વર્ષે મુંબઈ પોલીસે સલમાનને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપનારી વ્યક્તિની અટકાયત કરી હતી. ધમકી આપનારી વ્યક્તિ 16 વર્ષનો સગીર હતો. તેણે કોલ દ્વારા મુંબઈ પોલીસને ધમકી આપી અને તેનું નામ રોકીભાઈ તરીકે જાહેર કર્યું. તેણે કહ્યું હતું કે તે રાજસ્થાનના જોધપુરનો રહેવાસી છે અને 30 એપ્રિલે સલમાનને મારી નાખશે.
ગયા વર્ષે જ જોધપુરના રહેવાસી ધાકદ્રમે સલમાનના ઓફિશિયલ મેઈલ પર 3 ઈ-મેલ મોકલ્યા હતા. એમાં લખ્યું હતું કે સલમાન ખાન તમારો આગામી નંબર છે, જોધપુર આવતા જ તમને

સિદ્ધુ મૂસેવાલાની જેમ મારી નાખવામાં આવશે.

જાન્યુઆરી 2024માં બે અજાણ્યા લોકોએ ફેન્સિંગ વાયર તોડીને સલમાન ખાનના ફાર્મ હાઉસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના હાથે ઝડપાઈ જતાં બંનેએ પોતાને સલમાનના ચાહક જાહેર કર્યા હતા. તેમની પાસેથી નકલી આધારકાર્ડ મળી આવ્યાં હતાં. આ કારણે બંને વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે. લોરેન્સ ગેંગના નિશાના પર સલમાન ખાન છે.
સ

લમાન સાથે લોરેન્સની દુશ્મનીનું કારણ

સલમાન પર 1998માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન રાજસ્થાનનાં જંગલોમાં કાળા હરણનો શિકાર કરવાનો આરોપ છે. સલમાન ઉપરાંત સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ કોઠારી પણ આરોપી હતાં.ત્યારે બિશ્નોઈ સમુદાયે પણ સલમાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ માટે જોધપુર કોર્ટે સલમાનને પાંચ વર્ષની જેલની સજા પણ સંભળાવી હતી, જોકે બાદમાં તેને આ કેસમાં જામીન મળી ગયા હતા. આ કારણે ગેંગસ્ટર લોરેન્સ સલમાન ખાનને મારવા માગે છે.

દિલ્હી અને મુંબઈ પોલીસે સલમાન ખાનના ઘર પર ગોળીબાર કરવાની યોજના ઘડવા બદલ લોરેન્સના ઘણા સાગરીતોની ધરપકડ કરી છે, પરંતુ હજુ પણ લોરેન્સ તેના ગેંગસ્ટરોને કામે લગાડી રહ્યો છે. થોડા દિવસ પહેલાં જ મુંબઈમાં સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાકિસ્તાન સાથે ‘યુદ્ધ’ વચ્ચે તાલિબાને ભારત પાસે કરી આ માંગ, વધી જશે શાહબાઝ શરીફની મુશ્કેલીઓ

આ પણ વાંચો:‘આપણા બધા મિલિટ્રી બેસ સક્રિય છે અને જરૂર પડ્યે કોઈપણ મિશન માટે તૈયાર છે…’, PAK અંગે ત્રણેય સેનાઓની જાહેરાત

આ પણ વાંચો:બાંગ્લાદેશથી પરત ફર્યા બાદ ભારતીય વિદેશ સચિવે શેખ હસીના પર મોટું નિવેદન આપ્યું