National News/ ભારતીય પાયલટોનું કમાલ; કારગિલના 18,600 ફૂટ ઊંચા પર્વત પર લેન્ડિંગ કરીને દર્દીનો બચાવ કર્યો

ભારતીય સેનાના પાયલટોએ Kargilના 18,600 ફૂટ ઊંચા નુન-કુન પર્વત પર અત્યંત જોખમી ‘વન-સ્કિડ લેન્ડિંગ’ કરીને એક દર્દીનો સફળતાપૂર્વક બચાવ કર્યો છે. જાણો વિગતવાર અહેવાલ.

NATIONAL Top Stories India
Kargil

Indian Army Kargil Rescue Operation: લદ્દાખના કારગિલ(Kargil) વિસ્તારમાં ભારતીય સેનાએ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં એક સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું છે. નુન-કુન પર્વત વિસ્તારમાં લગભગ 18,600 ફૂટની ઊંચાઈએ ફસાયેલા એક દર્દીને ભારતીય સેનાના એવિએશન પાયલટોએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યો.

પહાડ પર લેન્ડિંગ માટે જગ્યા નહોતી

આ રેસ્ક્યુ ઓપરેશન પાયલટો માટે મોટો પડકાર હતો. ઊંચાઈ પર ઓક્સિજન અને હવાનું દબાણ ઓછું હોવા ઉપરાંત ભારે પવન અને ઢોળાવવાળા પહાડી વિસ્તારમાં હેલિકોપ્ટર ઉતારવા માટે સપાટ જગ્યા પણ ઉપલબ્ધ નહોતી. આવી સ્થિતિમાં પાયલટોએ અદભુત કૌશલ્ય બતાવ્યું. હેલિકોપ્ટરને ખૂબ જ નીચી ઊંચાઈએ સ્થિર રાખીને માત્ર એક સ્કિડને ઢોળાવ પર ટેકવવામાં આવ્યો. હેલિકોપ્ટરને સંતુલિત રાખીને દર્દીને ઝડપથી અંદર લેવામાં આવ્યો અને ત્યારબાદ તેને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યો.

ઊંચાઈના કારણે હેલિકોપ્ટરની ક્ષમતા ઘટે છે

18,600 ફૂટની ઊંચાઈએ હવાનું દબાણ સમુદ્ર સપાટી કરતાં ઘણું ઓછું હોય છે. તેના કારણે હેલિકોપ્ટરના(Kargil) એન્જિનની કામગીરી અને રોટરથી મળતી લિફ્ટ પર અસર પડે છે. તેથી સામાન્ય પરિસ્થિતિ કરતાં અહીં ઉડાન ભરવી વધુ મુશ્કેલ બની જાય છે. રેસ્ક્યુ પહેલાં હેલિકોપ્ટરમાંથી બિનજરૂરી અને ભારે સામાન દૂર કરવામાં આવ્યો હતો. સાથે જ મર્યાદિત પ્રમાણમાં ઇંધણ રાખવામાં આવ્યું, જેથી હેલિકોપ્ટરનું વજન ઓછું રહે અને જરૂરી લિફ્ટ મળી શકે.

શું છે વન-સ્કિડ લેન્ડિંગ?

હેલિકોપ્ટરના નીચેના બે લાંબા સપોર્ટને સ્કિડ કહેવામાં આવે છે. સામાન્ય રીતે બંને સ્કિડ જમીન પર ટેકવીને હેલિકોપ્ટર ઉતારવામાં આવે છે. પરંતુ પહાડી વિસ્તારમાં સપાટ જમીન ન મળે ત્યારે પાયલટ માત્ર એક સ્કિડને ઢોળાવ પર ટેકવીને હેલિકોપ્ટરને સંતુલિત રાખે છે. આ ટેકનિકને ‘વન-સ્કિડ લેન્ડિંગ’ કહેવામાં આવે છે. વન-સ્કિડ લેન્ડિંગ જેવી ટેકનિકનો ઉપયોગ ખાસ કરીને પહાડી અને અત્યંત દુર્ગમ વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન થાય છે. નુન-કુન (Kargil)વિસ્તારમાં થયેલું આ ઓપરેશન ભારતીય સેનાના પાયલટોની કુશળતા, હિંમત અને પડકારજનક પરિસ્થિતિમાં ઝડપી નિર્ણય લેવાની ક્ષમતાનું ઉદાહરણ છે.


આ પણ વાંચો:કારગિલ વિજય દિવસે રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, “હવે વાતચીત થશે તો માત્ર PoK પર જ”

આ પણ વાંચો: કારગિલ વિજય દિવસે PM મોદીએ વીર શહીદોને નમન કર્યું, કહ્યું- દેશભક્તિ પેઢીઓ સુધી પ્રેરણા આપતી રહેશે

આ પણ વાંચો: SG હાઈવે પર વધુ એક મોટો ફેરફાર, પેલેડિયમ બાદ હવે કારગિલ ચાર રસ્તા પણ બનશે સિગ્નલ ફ્રી