રાજકોટ/ સ્વામિનારાયણ સંપ્રદાયને કલંક લગાવતો વધુ એક કિસ્સો, ઉપલેટાના 2 સંતો સામે દુષ્કર્ની ફરિયાદ

સ્વામિનારાયણ સંપ્રદાયને કલંક લગાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ તેમના કરતૂતને લઈને અવાર-નવાર વિવાદમાં રહે છે.

Top Stories Gujarat
Beginners guide to 2024 06 16T143145.647 સ્વામિનારાયણ સંપ્રદાયને કલંક લગાવતો વધુ એક કિસ્સો, ઉપલેટાના 2 સંતો સામે દુષ્કર્ની ફરિયાદ

Rajkot News:  સ્વામિનારાયણ સંપ્રદાયને કલંક લગાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ તેમના કરતૂતને લઈને અવાર-નવાર વિવાદમાં રહે છે. વડતાલ બાદ હવે ઉપલેટાના સંતો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ઉપલેટાના ભાયાવદર ખીરુસરાના સ્વામિનારાયણ ગુરુકુળની આ ઘટના છે. દુષ્કર્મની ફરિયાદ થતા બંને સ્વામીઓ ભુગર્ભમાં જતા રહ્યા છે. ઉપલેટા પંથકના સ્વામીઓના દુષ્કર્મની ઘટનાઓ સામે આવતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચ્યો છે. વડતાળના સ્વામીઓને લઈને હરિભક્તોમાં ન્યાયની માંગણી ઉગ્ર બની છે ત્યારે વધુ એક લંપટ સ્વામીના કરતૂતનો પર્દાફાશ થયો છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ઉપલેટાના ભાયાવદર ખીરુસરાના સ્વામિનારાયણ ગુરુકુળના બે સ્વામીઓ છેલ્લા ત્રણ વર્ષથી એક યુવતી પર દુષ્કર્મ ગુજારાા હોવાનું સામે આવ્યું. ખીરુસરાના ધર્મસ્વરૂપદાસ અને નારાયણસ્વરૂપદાસ બે સ્વામીઓ સામે યુવતી પર દુષ્કર્મ આચરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી. સાધુના વેશમાં શેતાનનું કામ કરનારા આ સ્વામીઓની હેરાનગતિ ક્યારે બંધ થશે. આ સ્વામીઓ સંસાર છોડવાનો ફક્ત ઢોંગ કરે છે. અને સાધુના વેશમાં માસૂમ લોકોને તેમનો શિકાર બનાવે છે. ઉપલેટાના સ્વામીઓ ત્રણ-ત્રણ વર્ષથી એક યુવતી પર અત્યાચાર કરતા હતા.  આ મામલામાં એવું પણ સામે આવ્યું છે કે ધરમસ્વરૂપ દાસ અને આ મહિલા ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે સંબંધ વધ્યો અને મહિલા સ્વામીની મોહજાળમાં ફસાઈ. મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવાનું કહેતા ગુરુકુળના ગેસ્ટમાં રૂમમાં ખાનગી લગ્ન કર્યા હતા. ત્યારબાદ સ્વામી સાથેના સંબંધમાં મહિલા ગર્ભવતી બની પરંતુ ધરમસ્વરૂપ સ્વામી કહેવાતા સ્વામી હોવાથી બાળક સ્વીકારવાની ના પાડતા દવાઓ આપી મહિલાનો ગર્ભ પડાવી નંખાયો. આ પછી મહિલા અને સ્વામીના સંબંધો બગડયા અને મહિલાએ સ્વામીના અત્યાર સામે બંડ પોકાર્યો.

સ્વામીઓનો અત્યાચાર સહન ના થતા મહિલાએ ફરિયાદ નોંધાવી. દુષ્કર્મ મામલે બે સ્વામીઓ ઉપરાંત મયુર કસોદરીયા નામના શખ્સની સામે પણ ફરિયાદ નોંધાઈ છે. મયુર કસોદરીયા કે જે ગુરુકુળ હોસ્ટેલમાં ઇન્ચાર્જ છે. પોલીસે હાલમાં આઇપીસી 376 (2)(N), 313, 114 અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધી છે. દુષ્કર્મની ફરિયાદ બાદ પોલીસે બંને સ્વામીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓને લઈને સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે. વડતાલ અને ઉપલેટાના લંપટ સાધુઓની કામલીલાના કરતૂતનો પર્દાફાશ થતા હવે અન્ય સ્થાનો પર સ્વામીઓને લઈને વિરોધ વધ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય માટે મહત્વનું સ્થાન ગણાતા એવા બોટાદ ગઢડામાં પણ હરિભક્તોનો વિરોધ જોવા મળ્યો. સ્વામિઓની લંપટલીલાને લઇને ગઢડામાં  વિરોધ થઈ રહ્યો છે. કહેવાતા સ્વામીઓના કારણે સંપ્રદાય બદનામ થતા હરિભક્તો રોષે ભરાતા ગઢડા મંદિર પર પહોચ્યા. સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતીએ વિરોધ કરતા મંદિરમા સંપટ સંતો બેનરો લગાવ્યા. સમિતિએ પાખંડી સંતોને દુર કરવાની માંગ કરી છે. લંપટ સ્વામીઓ સામે સ્વામિનારાયણ સંપ્રદાયે કડક પગલા લેવા જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જૂનાગઢમાં પત્નીનાં વિરહમાં પતિનો આપઘાત

આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે શેરડીના ટેકાનાં ભાવ વધારવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી